News Continuous Bureau | Mumbai
બોલિવૂડ ના ખિલાડી(Bollywood Khiladi) ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar)આ દિવસોમાં ભોપાલમાં(Bhopal) છે. તે અહીં પોતાની ફિલ્મ સેલ્ફીના(Selfie) શૂટિંગ માટે આવ્યો છે. તેઓ ગુરુવારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને (CM Shivrajsingh Chauhan) મળ્યા હતા. સીએમ હાઉસમાં(CM house) મળવા આવેલા અક્ષય કુમારે(Akshay Kumar) મુખ્યમંત્રી સાથે તેમની ફિલ્મના શૂટિંગથી લઈને ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે(CM Shivrajsingh Chauhan) પણ અક્ષય કુમારને (Akshay Kumar)ભેટ આપી હતી.
आज निवास पर फिल्म अभिनेता श्री @akshaykumar जी से मुलाकात आनंदपूर्ण रही। इस दौरान कई मुद्दों पर चर्चा हुई। प्रमुख सामाजिक विषयों पर आपकी फिल्मों ने जागरूकता का संदेश दिया है। pic.twitter.com/mXdKoYuslF
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) April 14, 2022
મુખ્યમંત્રી શિવરાજે(CM Shivrajsingh Chauhan)અક્ષય કુમારને (Akshay Kumar)કહ્યું કે સામાજિક વિષય સાથે જોડાયેલ તમારી ફિલ્મોએ જાગૃતિનો સંદેશ આપ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (CM Shivrajsingh Chauhan)ટ્વીટ (Tweet)કરીને બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર(Akshay Kumar) સાથેની તેમની મુલાકાતની માહિતી શેર કરી છે. મળતી માહિતી મુજબ, અભિનેતા અક્ષય કુમાર(Akshay Kumar) આ દિવસોમાં પોતાની ફિલ્મ સેલ્ફીના શૂટિંગના કારણે ભોપાલમાં(Bhopal) છે. સીએમ ચૌહાણે અભિનેતા અક્ષય કુમાન અને જૈન એન્જિનિયર્સ સોસાયટીના સભ્યો સાથે ભોપાલના સ્માર્ટ પાર્કમાં ગુલમહોર અને અર્જુનનાં છોડ પણ રોપ્યાં હતા.
આ સમાચાર પણ વાંચો : 'કાશ્મીર છોડી દો અથવા મરવા માટે તૈયાર રહો': ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી એ શેર કર્યો ધમકી ભર્યો પત્ર; જાણો વિગત
અભિનેતા ભૂતકાળમાં અક્ષય રાજ્યના ગૃહમંત્રી ડૉ.નરોત્તમ મિશ્રાને મળ્યો હતો. અક્ષય (Akshay Kumar)ગૃહમંત્રીને મળ્યો અને રાજ્યમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની(Film industries) શક્યતાઓ વિશે ચર્ચા કરી, જ્યારે અક્ષય કુમારે (Akshay Kumar)ભોપાલના(Bhopal) ભોજન અને સુંદરતાના પણ વખાણ કર્યા હતા. અક્ષય કુમારની(Akshay Kumar) ફિલ્મ સેલ્ફી (Selfie)1 ઓગસ્ટ, 2022ના રોજ રિલીઝ થવાની છે. તમને જણાવી દઈએ કે આ પહેલા અક્ષયે મધ્યપ્રદેશમાં પેડમેન, ટોયલેટ-એક પ્રેમ કથા જેવી ફિલ્મોનું શૂટિંગ પણ કર્યું છે..