News Continuous Bureau | Mumbai
વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) દ્વારા નિર્દેશિત, 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir files) ઘાટીમાં કાશ્મીરી પંડિતોના નરસંહારના મૂળ સત્યને ઉજાગર કરે છે, જે ઘણા વર્ષોથી દેશમાં ફરી ચર્ચાનો વિષય બની ગયો છે. તે જ સમયે, નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ(Vivek Agnihotri) એક વધુ સત્ય બધાની સામે લાવ્યા છે. વાસ્તવમાં ડિરેક્ટરે આ લેટર પોતાના સોશિયલ મીડિયા(Social Media) એકાઉન્ટ પર શેર કર્યો છે. આ પત્રમાં કાશ્મીરી પંડિતોને ઘાટી છોડી દેવાની અથવા તો ગંભીર પરિણામોનો સામનો કરવાની ધમકી આપવામાં આવી છે.
Latest DEATH THREAT letter to all non Muslims who don’t follow ALLAH.
Is this TRUTH or PROPAGANDA? क़ौमी नफ़रत का सत्य या झूठी कहानी?
Dear Comrades, now who is provoking them? Should we tell this TRUTH or cover it up like Kashmir Genocide of Hindus? pic.twitter.com/drNpTgPwiN
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 13, 2022
પત્રમાં કાશ્મીરી પંડિતો(Kashmiri pandit) અને તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર ને આખરી ચેતવણી આપતાં કહેવામાં આવ્યું છે કે તેમના હુકમનો અનાદર કરવા બદલ તેમને મારી નાખવામાં આવશે અને નરકમાં મોકલવામાં આવશે. એટલું જ નહીં પત્રમાં(letter) એવું પણ લખવામાં આવ્યું છે કે પીએમ મોદી(PM Modi) કે અમિત શાહ(Amit Shah) સહિત તેમને કોઈ બચાવી શકશે નહીં.લશ્કર-એ ઈસ્લામ નામના એક આતંકવાદી જૂથે 'લેટર ટુ કાફિલ્સ' નામનો આ પત્ર જારી કર્યો છે. જોકે, પત્રમાં ક્યાંય તારીખનો ઉલ્લેખ નથી. ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટર પર શેર કર્યા બાદ ટ્વિટર પર તેની જોરદાર ચર્ચા થઈ રહી છે પત્ર શેર કરતી વખતે, દિગ્દર્શકે તમામ ઉદારવાદીઓ અને બિનસાંપ્રદાયિક લોબીઓ પર પણ કટાક્ષ કર્યો, જેમણે ફિલ્મની મૌલિકતા પર આંગળી ચીંધી અને તેને માત્ર પ્રચાર તરીકે ગણાવી.
આ સમાચાર પણ વાંચો : દોસ્ત હોય તો આવા! રાખી સાવંતને આ બે મિત્રોએ ગિફ્ટમાં આપી બ્રાન્ડ ન્યૂ BMW કાર, હજી મહિના પહેલાં જ શોરૂમમાંથી નિરાશ થઈને બહાર આવી હતી.. જુઓ વિડીયો, જાણો વિગતે
ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'(The Kashmir Files) કાશ્મીરી પંડિતોની વેદના જણાવે છે. આ ફિલ્મમાં 90ના દાયકામાં કાશ્મીરી પંડિતો (Kashmiri Pandit)પર થયેલા અત્યાચાર અને તેના કારણે થયેલા વિસ્થાપનને દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ જોયા બાદ લોકો એકબીજાને તેના વિશે જણાવી રહ્યા છે. વિવેક અગ્નિહોત્રીએ(Vivek Agnihotri) આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે, જેની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. અનુપમ ખેર, પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી અને દર્શન કુમારે આ ફિલ્મ માં મુખ્ય ભૂમિકા ભજવી છે.