ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 નવેમ્બર 2021
સોમવાર
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક એવી સિરિયલ છે જેમાં આવનાર દરેક પાત્ર લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવે છે. 'TMKOC' ફેમ અભિનેત્રી આરાધના શર્મા પણ આ શોમાં આવ્યા બાદ લોકોની પહેલી પસંદ બની ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે આરાધના રિયલ લાઈફમાં પણ ખૂબ જ બોલ્ડ છે અને તેણે એક ઈન્ટરવ્યુમાં પોતાની લાઈફ સાથે જોડાયેલ એક એવું રહસ્ય કહ્યું હતું જેને સાંભળીને બધા ચોંકી ગયા હતા.
આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તે પોતાની બોલ્ડ તસવીરો દ્વારા હેડલાઇન્સમાં છવાયેલી રહે છે. એક મીડિયા વેબસાઈટ ના સમાચાર અનુસાર, એક ઈન્ટરવ્યુમાં આરાધનાએ જણાવ્યું કે જ્યારે તે પહેલીવાર તેના બોયફ્રેન્ડ સાથે ડેટ પર ગઈ ત્યારે તેણે આરાધના પાસે શારીરિક સંબંધ બાંધવા માટે ની માંગણી કરી હતી. તેણે જણાવ્યું કે પહેલી મુલાકાતમાં તે શારીરિક સંબંધ માટે અસ્વસ્થતા અનુભવતી હતી. પરંતુ તેના બૉયફ્રેંડે એક્ટ્રેસ સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરવાનું શરૂ કર્યું. તેણે ચુંબન કરવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ અભિનેત્રીએ સ્પષ્ટપણે ના પાડી અને કહ્યું – ‘ના, એટલે ના’
TMKOC માં નવા 'નટ્ટુ કાકા'ની એન્ટ્રી, જાણો હવે કોણ કરશે 'ગડા ઈલેક્ટ્રોનિક્સ' માં જેઠાલાલની મદદ!
આ પહેલા એક ઈન્ટરવ્યુમાં આરાધનાએ પોતાના અંગત જીવન વિશે એક બીજી વાત કહીને બધાને ચોંકાવી દીધા હતા. તેણે જણાવ્યું હતું કે તે તેના બોયફ્રેન્ડ સાથે લગભગ દોઢ વર્ષથી રિલેશનશિપમાં હતી. આ દરમિયાન, બંનેએ શારીરિક સંબંધબાંધ્યા હતા, જે એકદમ સરળ બાબત છે. પરંતુ શારીરિક સંબંધ બાંધ્યાના એક દિવસ પછી આરાધનાને થોડી શંકા થઈ. તેને લાગ્યું કે કંઈક ખોટું થયું છે. આરાધના એ ઘટનાને અવગણીને કામ કરવા લાગી. પછી એક દિવસ તેને સમજાયું કે કંઈક ખોટું છે. તેને થાક લાગવા લાગ્યો.આરાધના કોઈ પણ સમય બગાડ્યા વગર કેમિસ્ટની દુકાને ગઈ. ત્યાંથી પ્રેગ્નન્સી ટેસ્ટ સ્ટ્રીપ ખરીદી. ઘરે આવીને તપાસ કરી.. પરંતુ તે નેગેટિવ હતો. જે બાદ તેણે રાહતનો શ્વાસ લીધો હતો.