ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021
બુધવાર
પુણેમાં અભિનેત્રી પાયલ રોહતગી સામે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. હકીકતમાં, પાયલ રોહતગીએ એક વીડિયોમાં આ લોકો વિશે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેમની વિરુદ્ધ IPC કલમ 153A, 500, 505 (2) અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
તેમજ, અગાઉ તેમણે સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ નેહરુ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના વિશે મોટો વિવાદ ઉભો થયો હતો. પાયલે એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો હતો કે, 'મને લાગે છે કે કોંગ્રેસ પરિવાર ત્રિપલ તલાકની વિરુદ્ધ હતો કારણ કે મોતીલાલ નહેરુને પાંચ પત્નીઓ હતી. તેમજ મોતીલાલ જવાહરલાલ નહેરુના સાવકા પિતા હતા. તેમણે પોતાના દાવા પાછળ એલેના રામકૃષ્ણ ની બાયોગ્રાફી નો હવાલો આપ્યો હતો. તેના આ વીડિયો પર ભારે હંગામો કર્યા બાદ રાજસ્થાન પોલીસે IT એક્ટની કલમ 66 અને 67 હેઠળ કેસ નોંધ્યો હતો.
દીપિકા પાદુકોણ હૉલિવુડમાં સિક્કો જમાવવાની તૈયારીમાં, બીજી હૉલિવુડ ફિલ્મ કરી સાઇન
જો કે, આ પહેલીવાર નથી જ્યારે પાયલ મુશ્કેલીમાં હોય અથવા તેના વિવાદાસ્પદ નિવેદનને કારણે તેની સામે કેસ નોંધવામાં આવ્યો હોય. આ પહેલા પણ અભિનેત્રીની અનેક વખત ધરપકડ કરવામાં આવી છે. થોડા મહિના પહેલા પાયલ પર સોસાયટીના ચેરમેન સાથે દુર્વ્યવહાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવી હતી.