ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
જ્યારે કંગના રાણાવત અભિનીત 'થલાઇવી'ના થિયેટર રિલીઝ માટે ઉત્સાહ ચરમસીમા પર છે, ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ ફિલ્મને 'U' સર્ટિફિકેટ આપીને દર્શકોના હિતમાં વધારો કર્યો છે. 'થલાઇવી' 10 સપ્ટેમ્બરે હિન્દી, તામિલ અને તેલુગુ ભાષામાં વિશ્વભરનાં થિયેટર્સમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. તામિલ વર્ઝનને પહેલાંથી જ બોર્ડ તરફથી 'U' સર્ટિફિકેટ મેળવી ચૂકી છે અને હવે હિન્દી વર્ઝન 'U' સર્ટિફિકેટ સાથે થિયેટર્સમાં હિટ થવાની તૈયારીમાં છે.
ફિલ્મના ટ્રેલરે જયલલિતાના જીવનનાં વિવિધ પાસાંઓને દર્શાવતાં દર્શકોને પ્રભાવિત કર્યા છે. 'થલાઇવી' જયલલિતાના જીવનની અનટોલ્ડ સ્ટોરી પણ જાહેર કરે છે, જે જયલલિતાની ફિલ્મી કારકિર્દીથી લઈને રાજકારણમાં જોડાવા માટે અમ્મા તરીકે ઓળખાય છે. સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર, 'થલાઇવી'ના નિર્માતાઓએ જયલલિતાને સિલ્વર સ્ક્રીન પર પાછાં લાવીને શ્રદ્ધાંજલિ આપી છે.
દીપિકા પાદુકોણ હૉલિવુડમાં સિક્કો જમાવવાની તૈયારીમાં, બીજી હૉલિવુડ ફિલ્મ કરી સાઇન
વિજય દ્વારા દિગ્દર્શિત 'થલાઇવી', વિબ્રી મોશન પિક્ચર્સ દ્વારા પ્રસ્તુત, ગોથિક એન્ટરટેઇનમેન્ટ અને સ્પ્રિન્ટ ફિલ્મ્સ વિષ્ણુ વર્ધન ઇન્દુરી અને શૈલેશ આર. સિંહ ઍન્ડ કંપનીના સહયોગથી કર્મ મીડિયા એન્ટરટેઇનમેન્ટ અને ઝી સ્ટુડિયો દ્વારા સર્જક નિર્માતા તરીકે બ્રિન્દા પ્રસાદ છે. 'થલાઇવી' ઝી સ્ટુડિયો દ્વારા 10 સપ્ટેમ્બર, 2021ના હિન્દી, તામિલ અને તેલુગુ ભાષામાં વિશ્વભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.