ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર
છેલ્લા કેટલાક સમયથી આખું બૉલિવુડ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વચ્ચેના સંબંધોની વાત કરી રહ્યું છે. બંનેનાં લગ્નના સમાચારો પણ ઘણી વખત મીડિયામાં આવ્યા છે. જોકે આલિયા કે રણબીરે અત્યાર સુધી તેમના સંબંધોને સાર્વજનિક કર્યા નથી. તાજેતરમાં જ આલિયા સાઉથના સ્ટાર વિજય દેવરકોંડા અને દીપિકા સાથે ચેટ શોમાં હતી, ત્યાં વિજયે કહ્યું કે તેને દીપિકા અને આલિયા પર જોરદાર ક્રશ હતો, પરંતુ હવે કંઈ થઈ શકે નહીં, કારણ કે દીપિકા પરિણીત છે. તે આગળ વાત કરી જ રહ્યો હતો કે દીપિકાએ અધવચ્ચે બોલી ઊઠી કે આલિયા પણ લગ્ન કરી રહી છે. દીપિકા છેલ્લા કેટલાક વખતથી આવી જ તક શોધી રહી હતી. એટલે જ વિજયને બોલવામાં મોડું થયું કે તેણે તરત જ આલિયાની પ્રેમકહાની પરથી પડદો હટાવી દીધો. જોકે દીપિકાની જાહેરાત બાદ આલિયાને આઘાત લાગ્યો હતો અને તેણે દીપિકાને અટકાવીને કહ્યું, એક્સક્યુઝ મી, તું આ જાહેરાત કેમ કરી રહી છે? ત્યાર બાદ દીપિકાએ પોતાની ભૂલ સુધારી અને કહ્યું, મેં આ મજાકમાં કહ્યું છે.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે કરણ જોહરના ચેટ શોમાં દીપિકા અને રણવીરના પહેલાં આલિયાએ તેમનાં લગ્નની જાહેરાત કરી હતી. હવે છેવટે દીપિકાએ આલિયાની સાથે પોતાનો હિસાબ બરાબર કરી લીધો.