News Continuous Bureau | Mumbai
પ્રેમ અને લગ્નનો અર્થ ત્યારે જ પૂરો થાય છે જ્યારે બે વ્યક્તિઓ તેમના અંતિમ શ્વાસ સુધી એકબીજાને સાથ આપે. બોલિવૂડ અને ટીવી એક્ટર સૂરજ થાપર(Bollywood actor Suraj thapar) અને તેની પત્ની દિપ્તી ધ્યાનીએ આપણને સાચા પ્રેમ અને લગ્નનું મહત્વ જણાવ્યું છે. દીપ્તિએ તેના પતિ માટે તેની સૌથી કિંમતી વસ્તુ છોડી દીધી.આ સમયે ટીવી એક્ટર સૂરજ થાપરના તેની પત્ની દીપ્તિ ધ્યાની પ્રત્યેના પ્રેમે બધાનું દિલ જીતી લીધું છે. સાચી રીતે સાચો પ્રેમ અને જીવન સાથી શું છે તે જણાવવામાં આવ્યું છે. મહિલા માટે તેના વાળ ખૂબ જ કિંમતી હોય છે પરંતુ દીપ્તિ ધ્યાનીએ તેના પતિ સૂરજ થાપર માટે પોતાનું માથું મુંડન(shaved her head) કરાવ્યું છે.
વાત એમ છે કે, જ્યારે સૂરજ થાપર કોરોનાની (Corona)ઝપેટમાં આવ્યા હતા, જે પછી તેમની સ્થિતિ ખૂબ જ નાજુક હોવાનું કહેવાય માં આવ્યું હતું, ત્યારે દીપ્તિ ધ્યાનીએ અભિનેતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના (pray for him)કરી હતી. સૂરજ થાપર સ્વસ્થ થયા પછી, તે તિરુપતિ બાલાજી (Tirupati Balaji)પાસે ગઈ અને પોતાનું માથું મુંડન કરાવ્યું. ઈન્સ્ટાગ્રામ (Instagram)પર પોતાની તસવીરો શેર કરતા દીપ્તિએ લખ્યું, 'તેરે નામ સૂરજ થાપર'. ટીવી અભિનેત્રી દીપ્તિ ધ્યાનીએ તિરુપતિમાં બાધા રાખી હતી કે, જો તેના પતિ સૂરજ થાપર સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે, તો તે પોતાનું માથું મુંડન કરાવશે. હવે તેના પતિની તબિયત સારી છે અને તેની બાધા પૂર્ણ થયા બાદ અભિનેત્રીએ તેનું માથું મુંડન કરાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: નેપોટિઝ્મ નો બાદશાહ કરણ જોહર વધુ એક સ્ટારકિડ ને કરવા જઈ રહ્યો છે લોન્ચ સાઉથની ફિલ્મ 'હૃદયમ'ની રિમેક બનાવવાની ચાલી રહી છે તૈયારી
સૂરજ થાપરે (Suraj Thapar)એક મીડિયા હાઉસને જણાવ્યું કે જ્યારે તેમને દીપ્તિની બાધા વિશે ખબર પડી ત્યારે તેઓ ચોંકી ગયા હતા. તેણે કહ્યું, "હું ઘરે આવતાની સાથે જ દીપ્તિએ મને તેના બાધા વિશે જણાવ્યું. હું ચોંકી ગયો અને પૂછતો રહ્યો. જો કે, તેણે કહ્યું, "મારા વાળ કરતાં મારું જીવન તેના માટે વધુ મહત્વનું છે." તેની પત્નીના વખાણ કરતા સૂરજે કહ્યું કે તેની શક્તિએ બધું જ જીતી લીધું છે.દીપ્તિ ધ્યાનીની (Deepti Dhyani photos viral)આ તસવીરો જોયા બાદ ફેન્સ પણ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.