ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તેનાં 13 વર્ષ પૂરાં કર્યાં છે. વાસ્તવમાં, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં 'જેઠાલાલ'નું પાત્ર ભજવ્યા પછી, દિલીપ જોશીએ એવું સ્ટારડમ જોયું, જે તેણે પહેલાં ક્યારેય જોયું ન હતું. ઘણા લોકો જાણતા નથી કે દિલીપ પ્રખ્યાત અભિનેતા બનતાં પહેલા સંઘર્ષની લાંબી મુસાફરીમાંથી પસાર થયો છે, પરંતુ આજે તે ટીવી જગતના સૌથી મોંઘા અભિનેતાઓમાંનો એક છે. તે એક એપિસોડ માટે ભારે ફી લે છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં થવાની છે એક હસીનાની એન્ટ્રી ,રહી ચૂકી છે ક્રિતી સેનન ની કો -સ્ટાર
દિલીપ જોશીએ પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મોમાં સાઇડ રોલ, કેમિયો અપિયરન્સ દ્વારા કરી હતી. તેણે 1990 ના દાયકાની કેટલીક લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં 'મેં પ્યાર કિયા', 'હમ આપકે હૈ કૌન', 'ખિલાડી 420'નો સમાવેશ થાય છે, પરંતુ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ જ તેને લોકપ્રિયતા, પૈસા અને ખ્યાતિ આપી છે. શું તમે જાણો છો કે ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબા સમય સુધી ચાલતા શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માંથી દિલીપ જોશી કેટલી કમાણી કરે છે? રકમ જાણીને ચોંકી જશો. એક મીડિયા હાઉસના રિપૉર્ટ પ્રમાણે, દિલીપ જોશીએ છેલ્લાં 12 વર્ષમાં અત્યાર સુધીમાં આ શોથી લગભગ 5 મિલિયન ડૉલર કમાયા છે, જે ભારતીય ચલણમાં લગભગ 37 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલને એપિસોડ દીઠ આશરે 1.5 લાખ રૂપિયા ફી મળે છે અને તે શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સૌથી વધુ પગાર મેળવનાર અભિનેતા છે.