ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ટેલિવિઝનની પ્રખ્યાત કૉમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ ચંપકલાલ ગડાનું પાત્ર ભજવી રહેલા દિલીપ જોશીને આજે કોઈ ઓળખની જરૂર નથી. તે છેલ્લાં ઘણાં વર્ષોથી આ શો દ્વારા સતત લોકોનું મનોરંજન કરી રહ્યા છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે નાના પડદા પર પોતાના શ્રેષ્ઠ અભિનયથી લોકોનું મનોરંજન કરનારા દિલીપ બૉલિવુડની ઘણી ફિલ્મોનો પણ ભાગ રહ્યા છે. તમને જણાવી દઈએ કે દિલીપ જોશી છેલ્લાં 30 વર્ષથી ફિલ્મો અને ટીવીમાં કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાતી ફિલ્મોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એ પછી તેઓ બૉલિવુડની ફિલ્મોમાં પણ દેખાયા. ચાલો જાણીએ કે કઈ બૉલિવુડની ફિલ્મોમાં દરેકના મનપસંદ જેઠાલાલ દેખાયા છે.
‘હમ આપકે હૈં કૌન'
દિલીપ જોશી 1994માં આવેલી ફિલ્મ ‘હમ આપકે હૈં કૌન'માં ભોલા પ્રસાદની ભૂમિકામાં જોવા મળ્યા હતા. અભિનેતા સમલાન ખાન અને અભિનેત્રી માધુરી દીક્ષિત આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતાં.
'વન 2 કા 4'
દિલીપ જોશીએ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ 'વન 2 કા 4'માં બૉલિવુડના કિંગ ખાન શાહરુખ ખાન સાથે સ્ક્રીન શૅર કરી હતી. તેમણે આ ફિલ્મમાં બાળકોના કૅરટેકરની ભૂમિકા ભજવી હતી.
'દિલ હૈ તુમ્હારા'
દિલીપ જોશીએ 2002માં અર્જુન રામપાલ, પ્રિટી ઝિન્ટા અને મહિમા ચૌધરી સ્ટારર ફિલ્મ 'દિલ હૈ તુમ્હારા'માં દિલીપે અર્જુન રામપાલના સીઇઓCEOની ભૂમિકા ભજવી હતી.
'હમરાઝ'
દિલીપ જોશી વર્ષ 2002માં ફિલ્મ 'હમરાઝ'માં હાસ્ય કલાકારની ભૂમિકામાં જોવા મળ્યા હતા. અભિનેતા અક્ષય ખન્નાએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
‘ઢૂંઢતે રહ જાઓગે’
દિલીપ જોશીએ ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા સોનુ સૂદ સાથે પણ કામ કર્યું છે. દિલીપ છેલ્લે સોનુની સાથે 2009માં આવેલી ફિલ્મ ‘ઢૂંઢતે રહ જાઓગે'માં જોવા મળ્યા હતા.
શર્ટલેસ ફોટોના કારણે તુષાર કપૂર થયો ટ્રૉલ, યુઝર્સે કરી આ કમેન્ટ