News Continuous Bureau | Mumbai
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયા બેન એટલે કે દિશા વાકાણીની વાપસીની(TMKOC Disha vakani come back) ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે દિશા શોમાં પરત ફરશે. આટલું જ નહીં, હાલમાં જ આ શોનો પ્રોમો (promo)પણ રિલીઝ કરવામાં આવ્યો હતો જેમાં બતાવવામાં આવ્યું હતું કે સુંદરલાલ જેઠાલાલને ફોન કરે છે અને તેમને સંકેત આપવામાં આવે છે કે દયા બેન પરત આવી શકે છે. પરંતુ હાલમાં જ શોના નિર્માતા અસિત મોદીએ એવું નિવેદન આપ્યું છે, જેના પછી દયા બેન એટલે કે દિશાના ચાહકો ખૂબ જ નિરાશ થઈ જશે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા અસિત મોદીએ (Asit Modi)એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા કહ્યું કે દયા બેન પરત ફરશે, પરંતુ દિશા વાકાણી નહીં. દિશાના રિપ્લેસમેન્ટ માટે ઓડિશન લેવામાં આવી રહ્યા છે અને હવે નવી અભિનેત્રી આ પાત્ર ભજવતી જોવા મળશે.દિશા 5 વર્ષથી શોમાં પાછી આવી નથી, તો મેકર્સે નવી અભિનેત્રીને લાવવામાં આટલો સમય કેમ લીધો, આના જવાબ માં અસિત મોદીએ કહ્યું, "અમે આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે દિશા લગ્ન પછી પણ કામ કરતી હતી." તેને બાળક થવાનું હતું એટલે તેણે ફરીથી બ્રેક (maternity leave)લીધો. ત્યારબાદ તેણીએ તે વિરામ ચાલુ રાખ્યો કારણ કે તેણી બાળકના ઉછેર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી. તેણે ક્યારેય શો છોડ્યો નથી. અમને આશા હતી કે દિશા પાછી આવશે. પરંતુ પછી કોવિડ (corona)આવ્યો. તે સમયે શૂટિંગ સમયે ઘણા પ્રતિબંધો હતા. અમે તે સમયે પણ પૂરેપૂરું ધ્યાન રાખતા હતા, પરંતુ દિશાએ કહ્યું કે તેને હવે શૂટિંગ કરતા દર લાગે છે.”
આ સમાચાર પણ વાંચો : આ છે ભારતીય સિનેમાના એ દિગ્ગ્જ કલાકારો જેમણે સૌથી વધુ ફિલ્મોમાં કામ કરીને નોંધાયો છે વર્લ્ડ રેકોર્ડ
અસિત મોદી એ વધુમાં જણાવ્યું કે, 'અમે ફરી રાહ જોવા માગતા હતા કારણ કે દિશા આ શો સાથે લાંબો સમય જોડાયેલી છે અને અમારો તેની સાથે સારો સંબંધ પણ હતો. અમે તેના વાપસી વિશે ખૂબ જ સકારાત્મક હતા. તે પરિવાર જેવી છે. તાજેતરમાં જ તેણીને બીજા બાળક ને જન્મ(Disha vakani second child) આપ્યો છે અને હવે તે પાછી ફરી શકશે નહીં. નવી દયા બેન માટે ઓડિશન (audition)પૂરજોશમાં ચાલી રહ્યું છે અને અમે બહુ જલ્દી નવી દયા બેનને ફાઇનલ કરીશું. શોમાં નવા પાત્ર વિશે દર્શકોને ટૂંક સમયમાં જ ખબર પડશે. અમે અમારા દર્શકોને અપડેટ કરતા રહીશું.’મતલબ કે હવે ફેન્સ નવી દયા બેનને શોમાં જોશે. બાય ધ વે, દિશાએ આ પાત્રથી ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી હતી. તો ચાલો જોઈએ કે નવી દયા બેન દિશાની જેમ પોતાનું કૌશલ્ય બતાવી શકશે કે કેમ.