News Continuous Bureau | Mumbai
ભારત (India)એક એવો દેશ છે જ્યાં વિવિધ ભાષાઓ (many languages)નો ઉપયોગ કરવામાં આવે છે અને અહીં બધી જ ભાષાઓ માં ફિલ્મો પણ બને છે. ભારતીય સિનેમાને(Indian cinema) એવા ઘણા દિગ્ગજ કલાકારો મળ્યા છે, જેમણે પોતાના અભિનયથી દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું છે. કેટલાક કલાકારો એવા છે જેમણે પોતાના કરિયરમાં હજારો ફિલ્મોમાં કામ કર્યું છે.અને રેકોર્ડ પણ બનવ્યો છે. તો ચાલો આજે તમને એવા જ કેટલાક કલાકારો વિશે જણાવીએ જેમના નામે સૌથી વધુ ફિલ્મોમાં કામ કરવાનો રેકોર્ડ છે.
પ્રેમ નઝીરઃ
દિવંગત અભિનેતા પ્રેમ નઝીર, (Prem Nazir)જેઓ મલયાલમ ફિલ્મોનો જાણીતો ચહેરો રહ્યા. પ્રેમ નઝીરને સૌથી વધુ ફિલ્મોમાં કામ કરવા માટે પણ યાદ કરવામાં આવે છે. અહેવાલો અનુસાર, તેમણે લગભગ 725 ફિલ્મોમાંકામ કર્યું હતું. જેમાંથી તેમણે લગભગ 520 ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને આ માટે તેમનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં (guines world record)પણ નોંધાયેલું છે. આ સાથે અભિનેત્રી શીલા સાથે 130 ફિલ્મોમાં કામ કરવાના આ રેકોર્ડમાં તેમનું નામ પણ સામેલ છે.
શક્તિ કપૂરઃ
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા શક્તિ કપૂર(Shakti kapoor) તેમની કોમેડી અને વિલનની ભૂમિકાઓ માટે જાણીતા છે. તમને જણાવી દઈએ કે, શક્તિ કપૂર એક એવા અભિનેતા છે જે સૌથી વધુ ફિલ્મો કરવા માટે જાણીતા છે. અહેવાલો અનુસાર, તેમણે 700 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
સુકુમારીઃ
દક્ષિણની પ્રખ્યાત અભિનેત્રી સુકુમારીએ (south actress sukumari)પોતાની કારકિર્દીમાં મલયાલમ, તમિલ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુકુમારીએ લગભગ 996 ફિલ્મોમાં કામ કર્યું છે.
જગતી શ્રીકુમારઃ
આ યાદીમાં આગળનું નામ પણ મલયાલમ સિનેમા (Malayalam cinema)સાથે જોડાયેલું છે. અને તે નામ જાણીતા અભિનેતા જગતી શ્રીકુમારનું છે. રિપોર્ટ્સ અનુસાર, તેમણે પોતાના કરિયરમાં 900 થી વધુ ફિલ્મો કરી છે.
મનોરમા:
રિપોર્ટ્સનું માનીએ તો સૌથી વધુ ફિલ્મો કરવાની યાદીમાં સાઉથની પ્રખ્યાત(south actress)દિવંગત અભિનેત્રી મનોરમા પહેલા નંબરે છે. તમને જણાવી દઈએ કે, તેમણે પણ 1000 થી વધુ ફિલ્મો કરી છે. અને તેમનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ છે.
બ્રહ્માનંદમઃ
સાઉથની ફિલ્મોમાં કોમેડી કિંગ (south comedy king)તરીકે જાણીતા અભિનેતા બ્રહ્માનંદમ એક જાણીતો ચહેરો છે. અહેવાલો અનુસાર, તેમણે 1000 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને આ માટે તેમનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.
આ સમાચાર પણ વાંચો : સલમાન ખાનને ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસ એક્શન મોડમાં-અભિનેતા સહિત આ ત્રણ લોકોના નોંધ્યા નિવેદન