ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧
મંગળવાર
ટીવીનો મોસ્ટ પૉપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીનો રોલ દિવ્યાંકા ત્રિપાઠીને ઑફર થયો હતો, પરંતુ તેણે આ ઑફરને ઠુકરાવી દીધી છે. તારક મહેતા સિવાય પણ દિવ્યાંકાને બીજા ઘણા શો ઑફર થયા હતા, પરંતુ તેણે બધાને રિજેક્ટ કરી દીધા હતા. એક રિપૉર્ટ પ્રમાણે ટીવીનો મોસ્ટ પૉપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીનો રોલ દિવ્યાંકા ત્રિપાઠીને ઑફર થયો હતો, પરંતુ તેણે આ ઑફરને ઠુકરાવી દીધી. હવે આ ખબરમાં કેટલી સચ્ચાઈ છે એ તો દિવ્યાંકા જ બતાવી શકશે.
તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણી દયાભાભીનો રોલ નિભાવી રહી હતી. ફિલહાલ દિશા ત્રણ-ચાર વર્ષથી આ શોમાંથી ગાયબ છે. તે મેટરનિટી લીવ પર ગઈ હતી અને તેના શોમાં પાછા ફરવાની બધા રાહ જોઈ રહ્યા છે.
શું રિયા ચક્રવર્તી અને અંકિતા લોખંડે બિગ બૉસ 15ના ઘરમાં એન્ટ્રી લેશે? જાણો વિગત
હાલ દિવ્યાંકા ખતરોં કે ખિલાડી અગિયારમાં નજર આવશે. દિવ્યાંકા પોતાના રોલને બખૂબી નિભાવવા માટે જાણીતી છે.