ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન 2021
સોમવાર
ઈગતપુરી રેવ પાર્ટી પર રેડ સમયે પોલીસે ગેરકાયદેસર રીતે ડ્રગ્સનો ઉપયોગ કરનારા લોકોની ધરપકડ કરી છે. આ પાર્ટીમાંથી આશરે 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં મરાઠી બિગ બોસ સીઝન-2માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી ધરાવતી અભિનેત્રી હીના પંચાલનો પણ સમાવેશ થાય છે. નાસિક પોલીસ વડા સચિન પાટિલે શનિવારે રાત્રે લગભગ 2 વાગે ઈગતપુરીમાં રેવ પાર્ટીમાં દરોડો પાડ્યો હતો.
સૂત્રોના મતે, પોલીસને માહિતી મળી હતી કે નાસિકના અંતરિયાળ વિસ્તારમાં ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે. અહીંયા બર્થડે પાર્ટી યોજાઈ હતી અને મહેમાનોને વ્હોટ્સએપના માધ્યમથી આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વેબ પોર્ટલ પિપિંગ મૂનના અહેવાલ પ્રમાણે, નાસિક રૂરલ પોલીસે પાર્ટીમાંથી 22 લોકોની ધરપકડ કરી છે, તેમાંથી 10 પુરુષો તથા 12 મહિલાઓ છે. આ 12 મહિલાઓ બોલિવૂડ તથા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નાના-મોટા રોલ કરે છે. આટલું જ નહીં 2 કોરિયોગ્રાફર છે, તેમાંથી એક મહિલા ઈરાનની છે અને એક રિયાલિટી શો 'બિગ બોસ'ની પૂર્વ સ્પર્ધક છે. સૂત્રોના મતે, પોલીસને ડ્રગ્સ તથા રોકડ રકમ મળી આવી છે. આ પાર્ટી નાસિકના ઈગતપુરી વિસ્તારમાં આવેલા માનસ રિસોર્ટના સ્કાય તાજ બંગલોમાં ચાલતી હતી. રવિવાર (27 જૂન) રાતના બે વાગે પોલીસે દરોડા પાડ્યા હતા.
બૉલીવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢા શેર કરી બોલ્ડ ફોટોશૂટની તસવીરો, પુલ સાઈટ પર અલગ અંદાજમાં આપ્યા પોઝ
નાસિક ગ્રામ્ય પોલીસના ACP સચિન પાટિલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે પાર્ટી બે અલગ અલગ બંગલામાં યોજાઈ હતી. ડ્રગ્સ ઉપરાંત પોલીસને શંકા છે કે અહીંયા દેહવ્યાપાર પણ થતો હતો. પાટિલના મતે, આ બંગલાનો માલિક મુંબઈનો છે.