ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,26 જુલાઈ 2021
સોમવાર
રાજ કુંદ્રા પોર્નોગ્રાફી રેકેટનો માસ્ટર માઈન્ડ હોવાનું પોલીસનું કહેવું છે. હવે ધીરે–ધીરે એક પછી એક રહસ્યો ખુલ્લા પડી રહ્યા છે. ક્રાઈમ બ્રાંચ બાદ હવે ED (એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) પણ રાજ કુંદ્રા પર ગાળિયો કસી શકે છે.
એક મીડિયા હાઉસ ના અહેવાલ પ્રમાણે, ઈડી મની લોન્ડ્રિંગના એંગલથી રાજ કુંદ્રાની તપાસ કરી શકે છે. હકીકતે મુંબઈ પોલીસને તપાસમાં ઓનલાઈન બેટિંગ ચલાવતી સાઉથ આફ્રિકન કંપની મર્ક્યૂરી ઈન્ટરનેશનલ અને રાજ કુંદ્રા વચ્ચે આર્થિક લેવડદેવડના પુરાવા મળ્યા છે. બંને બેંક અકાઉન્ટ વચ્ચે શંકાસ્પદ લેવડદેવડની આશંકા છે. એવામાં ક્રાઈમ બ્રાંચ શનિવારે ત્રીજી વખત રાજ કુંદ્રાની વિઆન ઈન્ડસ્ટ્રીઝની અંધેરી સ્થિત ઓફિસમાં દરોડા પાડ્યા હતા. દરોડામાં પોલીસને રાજની ઓફિસમાંથી બે દિવાલો વચ્ચે કુશળતાપૂર્વક છુપાવામાં આવેલી તિજોરી મળી છે. કહેવાઈ રહ્યું છે કે, આ તિજોરીમાંથી એવી ઘણી ફાઈલ્સ મળી છે જેમાં આર્થિક લેવડદેવડના હિસાબો છે. એક પોલીસકર્મીએ કહ્યું, "અમે તિજોરીમાંથી મળેલી ફાઈલ્સ જપ્ત કરી છે. હવે ફોરેન્સિક ઓડિટિંગ ટીમ તેની તપાસ કરશે.