ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
બૉલિવુડ કલાકારોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ચાર વર્ષ જૂના કેસમાં રકુલ પ્રીત સિંહ, રાણા દગ્ગુબાતી અને 10 કલાકારોને પૂછપરછ માટે બોલાવ્યા છે. સમાચાર અનુસાર તમામ સેલેબ્સે બેથી 22 સપ્ટેમ્બર સુધી તપાસ એજન્સી સમક્ષ હાજર રહેવું પડશે. રવિ તેજાને 9 સપ્ટેમ્બરે એજન્સી સમક્ષ અને 15 નવેમ્બરે મુમૈત ખાનને હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ ચાર વર્ષ જૂની વાત છે. પછી પુરાવાના અભાવે, આબકારી વિભાગની વિશેષ તપાસ ટીમ (SIT)એ કલાકારો વિરુદ્ધ કાર્યવાહી કરી ન હતી અને ચાર્જશીટ દાખલ કરી ન હતી.
તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ની સાંસદ નુસરત જહાં ટૂંક સમયમાં આપશે તેના પ્રથમ બાળકને જન્મ!
મીડિયા રિપૉર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે રકુલ પ્રીત સિંહને 6 સપ્ટેમ્બરે ED સમક્ષ હાજર થવાનું છે, જ્યારે રાણા દગ્ગુબાતીની 8 સપ્ટેમ્બરે પૂછપરછ કરવામાં આવશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ડ્રગ્સની દાણચોરીના સંબંધમાં ઘણી હસ્તીઓને સમન્સ પાઠવ્યા છે. રકુલ પ્રીત સિંહ અને રાણા દગ્ગુબાતી જેવા બૉલિવુડ કલાકારો ઉપરાંત રવિ તેજા, ચાર્મી કૌર અને દિગ્દર્શક પુરિ જગન્નાથ જેવા ટોલિવુડ સેલેબ્સને પણ એજન્સી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે SIT દ્વારા સેલિબ્રિટીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ તેમની સંડોવણીનો ઇનકાર કર્યો હતો. આ કેસનું વર્ણન કરતાં EDના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "તેલંગણા આબકારી અને નિષેધ વિભાગે લગભગ 12 કેસ નોંધ્યા હતા અને 11 ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યાર બાદ આઠ લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. મોટા ભાગે ડ્રગ્સ સ્મગલર્સ હતા. તેમાં નીચલા સ્તરના ડ્રગ્સ સ્મગલર્સ હતા. અમે સાક્ષી તરીકે આબકારી અધિકારીઓને બોલાવ્યા છે. જ્યાં સુધી અમને પુરાવો ન મળે ત્યાં સુધી ટોલિવુડ સેલેબ્સને સાક્ષી ગણવામાં આવશે. તપાસમાં તેમનાં નામ સામે આવ્યાં છે.