ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
બંગાળી અભિનેત્રી અને તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ની સાંસદ નુસરત જહાં તાજેતરમાં જ તેની ગર્ભાવસ્થા અને પતિ નિખિલ જૈન સાથે ચાલી રહેલા અણબનાવને કારણે ચર્ચામાં હતી. નુસરત ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. દરમિયાન અભિનેત્રીની ગર્ભાવસ્થાને લગતા મોટા સમાચાર બહાર આવી રહ્યા છે. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર અભિનેત્રીને ડિલિવરી માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર નુસરત જહાંને બુધવારે એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રિપૉર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેની ડિલિવરી 26 ઑગસ્ટના થઈ શકે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો આ દિવસોમાં નુસરત અભિનેતા યશ દાસ ગુપ્તા સાથે રિલેશનશિપમાં છે. મીડિયા રિપૉર્ટ્સ અહેવાલ અનુસાર નુસરતે ડૉક્ટરોને ડિલિવરી દરમિયાન યશને તેની સાથે રહેવા દેવાની ખાસ અપીલ કરી છે. નુસરત જહાંની ડિલિવરી અંગેના અહેવાલો હતા કે ઑગસ્ટ છેલ્લો અથવા સપ્ટેમ્બર સુધી હોઈ શકે છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબિતાજી ઉર્ફે મુનમુન દત્તા સેટ પર પરત ફરી, શોનું શૂટિંગ શરૂ
નુસરત જહાંએ 2019માં તુર્કીમાં નિખિલ જૈન સાથે લગ્ન કર્યાં હતાં, જેમાં પસંદગીના લોકોએ હાજરી આપી હતી. TMCની ટિકિટ પર 2019ની લોકસભાની ચૂંટણી જીતનાર નુસરત જહાંએ બાદમાં કોલકાતાની એક ફાઇવ સ્ટાર હૉટેલમાં ભવ્ય લગ્નસમારોહનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. લગ્નમાં અણબનાવની અટકળો અને તે અલગ રહે છે અને ગર્ભવતી હોવાના અહેવાલો વચ્ચે નુસરતે આ નિવેદન જારી કર્યું હતું.