News Continuous Bureau | Mumbai
એમએક્સ પ્લેયર (MX player)પર 3 જૂને રિલીઝ થયેલી વેબ સિરીઝ 'એક બદનામ… આશ્રમ 3'(Aashram season 3)ને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ સીરિઝને લગતી ઘણી પોસ્ટ કરી રહ્યા છે અને વેબ સિરીઝના વખાણ કરી રહ્યા છે. બોબી દેઓલ, અદિતિ પોહનકર, ચંદન રોય સાન્યાલ, દર્શન કુમાર (Darshan Kumar), અનુપ્રિયા ગોએન્કા, એશા ગુપ્તા અને ત્રિધા ચૌધરી અભિનીત 'આશ્રમ 3' એ પણ જોરદાર વ્યુઝ મેળવ્યા છે. આશ્રમ 3 એ રિલીઝ થયાના 32 કલાકની અંદર લાખો વ્યુઝ મેળવ્યા છે.
વેબ સિરીઝ એક બદનામ-આશ્રમ 3 એ ધૂમ મચાવી દીધી છે.'બાબા નિરાલા' (Baba Nirala)ના આશ્રમના દરવાજા ખુલતાની સાથે જ ભક્તો બાબાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને માત્ર 32 કલાકમાં તેને 100 મિલિયન વ્યુઝ મળ્યા હતા. આ ઓરિજિનલ વેબ સિરીઝનો ધડાકો થયો છે. માત્ર 3 દિવસમાં આશ્રમ 3 (Aashram season 3)પ્રેક્ષકોનો આ વ્યુ રેકોર્ડ ખરેખર અદ્ભુત છે. સિરીઝની પહેલી સિઝન રિલીઝ થઈ ત્યારથી જ આ સિરીઝને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રથમ બે સિઝનને પ્રેક્ષકો દ્વારા ખૂબ વખાણવામાં આવી હતી, અહેવાલોથી તે ભારતીય OTT પર સૌથી વધુ જોવાયેલી શ્રેણી બની હતી.એવું લાગે છે કે શ્રેણી દરેક પસાર થતી સીઝન સાથે નવું મુકામ બનાવી રહી છે. આશ્રમની પ્રથમ બે સીઝન અંદાજે 160 મિલિયન દર્શકોએ જોઈ હતી. ઉપરાંત, સીઝન 3 ટ્રેલર(season 3 trailer) રિલીઝ થયાના છ કલાકની અંદર, આ શો સમગ્ર ભારતમાં (India) YouTube પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. સીઝન 3 માટે દર્શકોએ જે પ્રેમ અને પ્રશંસા દર્શાવી છે તે અજોડ છે. આ વાર્તા, પાત્રો 3 જૂને રિલીઝ થયા બાદથી ટોક ઓફ ધ ટાઉન છે.
આ સમાચાર પણ વાંચો : IIFA એવોર્ડના વિજેતાઓની યાદી આવી સામે- જાણો કોણે જીત્યો કયો એવોર્ડ- વાંચો પુરી લિસ્ટ અહીં
આશ્રમ એક એવો શો છે જે 'મહાન બાબા નિરાલા'ના જીવન પર પ્રકાશ ફેંકે છે. એક બદનામ – આશ્રમ 3 માં, કાશીપુર વાલે બાબા(Kashipur wale baba) વધુ નિર્ભય બની ગયા છે અને તેમની સત્તાની લાલસાએ તેમને અજેય બનાવ્યા છે. તે પોતાને બધાથી ઉપર માને છે અને માને છે કે તે ભગવાન છે. આશ્રમની શક્તિ ચરમસીમાએ છે. આ 'બદનામ' આશ્રમ સમાજમાં સત્તા અને દરજ્જો મેળવવા માટે મહિલાઓનું શોષણ, ડ્રગ્સ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. બીજી બાજુ, પમ્મી બાબા નિરાલા પર બદલો લેવા માટે તત્પર છે .