ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
બૉલિવુડ ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની મુસીબતો ઓછી થવાનું નામ નથી લેતી. પતિ રાજ કુન્દ્રાનો મામલો હજી પત્યો નથી કે શિલ્પા અને તેની માતા ઉપર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. વાત એમ છે કે શિલ્પા અને તેની માતા સુનંદા શેટ્ટીની વિરુદ્ધમાં લખનઉના હઝરત ગંજ અને વિભૂતિ ખંડ પોલીસ સ્ટેશનમાં બે FRI નોંધવામાં આવી છે. ત્યાર બાદ લખનઉ પોલીસે આ મામલાની તપાસ ઝડપી કરી દીધી છે. શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટી પર વેલનેસ સેન્ટરના નામે લોકો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ કર્યાનો આરોપ છે. શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટી ઉપર એવો આરોપ છે કે વેલનેસ સેન્ટરની બ્રાન્ચ ખોલવાના નામ પર બન્નેએ લોકો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે. પૈસા લઈને પણ ઍક્ટ્રેસ અને તેની માતાએ કમિટમેન્ટ પૂરું નથી કર્યું. આ આરોપની વધુ તપાસ માટે લખનઉ પોલીસની એક ટીમ મુંબઈ પહોંચી ચૂકી છે અને બીજી ટીમ આજે મુંબઈ માટે રવાના થશે. લખનઉ પોલીસ જલદી જ શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીની ઠગાઈના મામલામાં પૂછતાછ કરશે.
‘બેલ બૉટમ’ના ગીત ‘મરજાવા’ પર લાગ્યો ચોરીનો આરોપ, જાણો વિગત