ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
અભિનેતા અજય દેવગણ અને અભિનેત્રી કાજોલ બૉલિવુડ ઇન્ડસ્ટ્રીનું પાવર કપલ છે. દુનિયાની નજરથી છુપાઈને બંનેએ ઘરની છત પર લગ્ન કર્યાં. બંને વર્ષોથી ફિલ્મી દુનિયામાં સક્રિય છે. કાજોલ અને અજય પોતાના દમદાર અભિનયથી લાખો લોકોનાં દિલ પર રાજ કરી રહ્યાં છે. કાજોલ અને અજય દેવગણે અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે, જેના કારણે તેની ફી પણ ઘણી ભારે છે. આવી સ્થિતિમાં એમ કહેવું ખોટું નહીં હોય કે બંને કરોડોમાં કમાય છે અને વૈભવી જીવનશૈલી જીવે છે.
કાજોલ અને અજય દેવગણનો મુંબઈમાં કરોડોનો આલીશાન બંગલો છે. આ ઉપરાંત આ સુંદર દંપતી પાસે આવી ઘણી વૈભવી વસ્તુઓ છે, જેમાંથી તમે તેમની શાહી જીવનશૈલીનો ખ્યાલ મેળવી શકો છો. આજે આ લેખમાં અમે તમને કાજોલ અને અજયની કેટલીક વૈભવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં વૈભવી કાર કલેક્શનથી લઈને પ્રાઇવેટ જેટ સુધીનો સમાવેશ થાય છે.
કાજોલ અને અજયનો જુહુમાં આલીશાન બંગલો છે, જ્યાં બંને વર્ષોથી રહે છે. આ ઘરનું નામ 'શિવ શક્તિ' છે. ઉપરાંત દંપતીએ લૉકડાઉનમાં પ્રૉપર્ટી ખરીદી છે. આ પ્રૉપર્ટી તેમના ઘરની નજીક છે. રિપૉર્ટ અનુસાર અજય અને કાજોલની નવી પ્રૉપર્ટીની કિંમત 60 કરોડ રૂપિયા છે, જે 590 સ્ક્વૅર યાર્ડમાં ફેલાયેલી છે. દરેક બૉલિવુડ સ્ટારની જેમ કાજોલ અને અજયે પણ વિદેશમાં પ્રૉપર્ટી ખરીદી છે. લંડનમાં તેમનું વૈભવી ઘર છે. રિપૉર્ટ અનુસાર આ કપલનું ઘર લંડનના પાર્ક લેનમાં આવેલું છે અને આ ઘરની કિંમત લગભગ 54 કરોડ રૂપિયા છે.
અજય દેવગણ તે ભારતીય અભિનેતાઓમાંનો એક છે, જેની પાસે પોતાનું વ્યક્તિગત જેટ છે. તેણે વર્ષ 2010માં 6 સીટર ખાનગી જેટ ખરીદ્યું હતું. તે એનો ઉપયોગ શૂટિંગ, પ્રમોશન અને વ્યક્તિગત પ્રવાસ માટે કરે છે. કાજોલ અને અજય દેવગણ ઘણાં મોંઘાં વાહનોના માલિક છે. વર્ષ 2019માં અભિનેતાએ 'રોલ્સ રોયસ કુલીનન' કાર ખરીદી હતી. એક રિપૉર્ટ અનુસાર આ કારની કિંમત 6.95 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત આ દંપતી પાસે 'ઓડી ક્યૂ 7' થી 'બીએમડબલ્યુ એક્સ 7 એસયુવી' સુધીની ઘણી વૈભવી ગાડીઓ, જે તેમની નવીનતમ તકનિક માટે જાણીતી છે.