ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
સોની ટીવીનો મનપસંદ રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ' ટીવી પર સૌથી વધુ પસંદ કરવામાં આવતો શો છે. આ શો વર્ષ 2000થી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. ‘કૌન બનેગા કરોડપતિ’ની 13મી સિઝનની શાનદાર શરૂઆત થઈ છે. અમિતાભ બચ્ચને 23 ઑગસ્ટના ‘કૌન બનેગા કરોડપતિ’ની 13મી સિઝન શરૂ કરી હતી. અત્યાર સુધી ઘણા સ્પર્ધકોએ શોમાં પોતાનું નસીબ અજમાવ્યું છે તેમ જ 'કૌન બનેગા કરોડપતિ'ની 13મી સિઝન પણ ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં નિર્માતાઓ 'કૌન બનેગા કરોડપતિ 13'ને વધુ મનોરંજક બનાવવા માટે ખાસ આયોજન કરી રહ્યા છે.
આ અઠવાડિયે 'કૌન બનેગા કરોડપતિ 13'માં ‘શાનદાર શુક્રવાર’ ઊજવવામાં આવશે. શુક્રવારે અમિતાભ બચ્ચન ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ સાથે 'કૌન બનેગા કરોડપતિ 13'ની રમત રમતા જોવા મળશે. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે દીપિકા પાદુકોણ 'કૌન બનેગા કરોડપતિ 13'માં એન્ટ્રી કરવા જઈ રહી છે. 'કૌન બનેગા કરોડપતિ 13'માં દીપિકા પાદુકોણ અમિતાભ બચ્ચનના આકરા સવાલોના જવાબ આપતી જોવા મળશે. દીપિકા પાદુકોણ આજકાલ પોતાની આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં દીપિકા પાદુકોણ 'કૌન બનેગા કરોડપતિ 13'ના સેટ પર જોવા મળી હતી. મનોરંજન વેબ પૉર્ટલના અહેવાલ અનુસાર આ દિવસોમાં દીપિકા પાદુકોણે 'કૌન બનેગા કરોડપતિ 13'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે.
‘અનુપમા’ શોમાં થવા જઈ રહી છે નવી એન્ટ્રી, શું અનુપમાની મુશ્કેલીઓ ઓછી થશે? જાણો વિગત
દીપિકા પાદુકોણ ઉપરાંત સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સહેવાગ પણ 'કૌન બનેગા કરોડપતિ 13'માં જોવા મળશે. સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સહેવાગે પણ 'કૌન બનેગા કરોડપતિ 13'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. 'કૌન બનેગા કરોડપતિ 13'નો આ ખાસ એપિસોડ 27 ઑગસ્ટના રોજ પ્રસારિત થવા જઈ રહ્યો છે.