ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ જૂન ૨૦૨૧
ગુરુવાર
બૉલિવુડ ઍક્ટ્રેસ કંગના રનૌત સોશિયલ મીડિયા ઉપર ઘણી ઍક્ટિવ છે અને તમામ મુદ્દાઓ ઉપર પોતાનો અભિપ્રાય આપે છે. તેને લઈને વિવાદ જ થાય છે. હાલમાં જ કંગના રનૌતે દેશનું નામ બદલવાની સલાહ આપી છે. કંગનાએ ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરવાની પોતાની ઇચ્છા દર્શાવી છે. કંગના રનૌતે કહ્યું કે ઇન્ડિયા નામ બ્રિટિશ લોકોએ રાખ્યું હતું અને એ ગુલામીની ઓળખ છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આ દિગ્ગજ અભિનેતાને થયું કૅન્સર; જાણો વિગત
વાત એમ છે કે કંગના રનૌતે ઇન્સ્ટ્રાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી છે. એમાં કંગનાએ ભારત અને ઇન્ડિયા વચ્ચે ફરક બતાવ્યો છે. ભારતની પરિભાષા સમજાવતાં કંગના લખે છે કે એ એક સંસ્કૃત શબ્દ છે. એટલે કે ‘ભ-થી ભાવ’, ‘ર-થી રાગ’ અને ‘ત-થી તાલ’ જેવા અર્થ થાય છે. તદુપરાંત કંગનાએ ઇન્ડિયાના નામને લઈને પણ પોતાની વાત કહી છે. તેણે જણાવ્યું કે ભારત ત્યારે જ આગળ વધશે જ્યારે એ પોતાની સંસ્કૃતિ અને સભ્યતામાં વિશ્વાસ કરશે.
