News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાની કારને તાજેતરમાં અકસ્માત નડ્યો હતો. મલાઈકાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે બાદ અર્જુન કપૂર, કરીના કપૂર સહિત તેના તમામ મિત્રો મલાઈકાની હાલત જાણવા તેના ઘરે પહોંચી રહ્યા છે. તાજેતરમાં, જ્યારે કરીના કપૂર મલાઈકા અરોરાના ઘરે તેને મળવા પહોંચી હતી, ત્યારે અભિનેત્રીની તસવીર લેવાનો પ્રયાસ કરતી વખતે પાપારાઝી ને પગ માં ઈજા પહુંચી હતી.
આ ઘટના બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કરીના તેના ડ્રાઈવરને પાછળ હટવાનું કહી રહી છે. વીડિયોમાં કરીના મલાઈકાના ઘરની બહાર નીકળી રહી હતી. જે પછી અચાનક પાપારાઝી વીડિયોમાં બૂમો પાડવા લાગે છે – માય લેગ, માય લેગ. જે બાદ કરીના કહે છે, ટેક કેર મેન અને તેના ડ્રાઈવરને કાર રિવર્સ કરવા માટે કહે છે. લોકો કરીનાની આ કેરિંગ સ્ટાઇલના વખાણ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : 'અનુપમા' માં થવા જઈ રહી છે નવા વિલન ની એન્ટ્રી, અનુજ-અનુપમા ના લગ્ન માં ઉભો થશે અવરોધ; જાણો વિગત
તમને જણાવી દઈએ કે કરીના કપૂર મલાઈકાને જોવા માટે તેના ઘરે પહોંચી હતી. વાસ્તવમાં, તાજેતરમાં જ પૂણે ફેશન શોમાંથી પરત ફરતી વખતે મલાઈકાનો કાર અકસ્માત થયો હતો. હાલમાં અભિનેત્રી તેના ઘરે આરામ કરી રહી છે. આવી સ્થિતિમાં, મલાઈકાના તમામ મિત્રો તેની ખબર પૂછવા તેના ઘરે આવી રહ્યા છે. કરીનાની વાત કરીએ તો તે જલ્દી જ આમિર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય તે સુજોય ઘોષના નિર્દેશનમાં નેટફ્લિક્સ પર એક ફિલ્મ પણ કરવા જઈ રહી છે.