ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧
સોમવાર
કાર્તિક આર્યનને કરણ જોહરે તેની ફિલ્મ ‘દોસ્તાના 2’માંથી કાઢી મૂક્યા બાદ શાહરુખ ખાનની રેડ ચિલ્લીની ફિલ્મ પણ તેના હાથમાંથી જતી રહી તથા આનંદ એલ. રાયની ફિલ્મ પણ સાઇન થતાં રહી ગઈ. આવી ખબર કેટલાક વખતથી સાંભળવામાં આવી રહી છે. શું કરણ જોહર સાથે પંગો લેવાથી કાર્તિક આર્યનને કોઈ પણ પોતાની ફિલ્મમાં લેવા નથી માગતું? પરંતુ હવે ખબર એવી આવી રહી છે કે કરણ જોહરની ફ્રેન્ડ એકતા કપૂરે કાર્તિક આર્યનને પોતાની નવી ફિલ્મો માટે સાઇન કર્યો છે. આ ફિલ્મ સાઉથની ફિલ્મ ‘વૈકુંઠપુરમલો’ની હિન્દી રીમેક છે.
અરે બાપ રે! બબિતાજી ચંપકચાચાની પાછળ ચંપલ લઈને દોડ્યાં; પછી શું થયું તારક મહેતામાં?
આ ફિલ્મમાં કાર્તિક આર્યનની સાથે ક્રિતી સેનન તથા પરેશ રાવલ કામ કરશે. આ ફિલ્મને વરુણ ધવનનો ભાઈ રોહિત ધવન નિર્દેશિત કરશે. આ અગાઉ કાર્તિક આર્યન અને ક્રિતી સેનન ફિલ્મ ‘લુકાછુપી’માં સાથે જોવા મળ્યાં હતાં.