ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧
શનિવાર
છેલ્લાં 13 વર્ષથી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવીની દુનિયામાં હંગામો મચાવી રહ્યો છે. આ કૉમેડી આધારિત શો ફક્ત ભારતમાં જ પ્રખ્યાત નથી, પરંતુ એની પહોંચ વિદેશમાં પણ છે અને આ શો વિદેશમાં પણ પસંદ કરવામાં આવે છે.
આ શો સાથે જોડાયેલી ઘણી રમૂજી વાતો છે, જે પ્રશંસકોનું દિલ જીતી લે છે. આવી જ એક વાત છે, જ્યારે અમિત ભટ્ટ (ચંપકચાચાનું પાત્ર ભજવનાર અભિનેતા)એ મુનમુન દત્તા (બબિતા ઐયરની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી) પર બનાવટી સાપ ફેંકી દીધો. બદલામાં બબિતા ખૂબ ગુસ્સે થઈ ગઈ અને તેણે આવું કૃત્ય કર્યું હતું એની તમે કલ્પના પણ કરી શકતા નથી. એવું કહેવામાં આવે છે કે મુનમુન દત્તાને અમિત ભટ્ટની આ મજાક ગમી નહોતી અને તે ચંપલ લઈને અમિત ભટ્ટની પાછળ દોડી હતી. અમિત ભટ્ટ અને મુનમુન દત્તાને લગતી આ રમૂજી વાતને જેનિફર મિસ્ત્રી (અભિનેત્રી રોશનભાભીની ભૂમિકા ભજવી રહી છે) અને અંબિકા રાજંકર (અભિનેત્રી કોમલ હાથીની ભૂમિકામાં) દ્વારા બહાર આવી હતી. એક વાર બંનેએ તેમના ઇન્ટરવ્યૂમાં શોના શૂટિંગ દરમિયાન સેટ પર તેમની જે મજાક ચાલતી હતી એ વિશે વાત કરી હતી.
બચી ગઈ બબિતાજી : સુપ્રીમ કોર્ટે આપી આ રાહત; તારક મેહતાની ઍક્ટ્રેસ સંદર્ભે મોટા સમાચાર
તેમના કહેવા પ્રમાણે, એક વાર સેટ પર સાપના એપિસોડનું શૂટિંગ કરવામાં આવતું હતું. આ વિશે વાત કરતાં જેનિફર મિસ્ત્રીએ કહ્યું હતું કે, “અમિતે સાપ ફેંકી દીધા પછી મુનમુન દત્તા એટલી ગુસ્સે થઈ કે તે ચંપલ લઈને સેટ પર તેની પાછળ દોડી. કલ્પના કરો કે બાબુજી સામે દોડી રહ્યા છે, બબિતાજી પાછળ ચંપલ લઈને દોડી રહ્યાં છે.