ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
બૉલિવુડ અભિનેતા વિકી કૌશલ અને કેટરિના કૈફનાં લગ્નના સમાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યા. થોડા દિવસો પહેલાં એવા અહેવાલ આવ્યા હતા કે બંનેની સગાઈ થઈ ગઈ છે, જેના પર વિકી કૌશલના પિતા શ્યામ કૌશલે મૌન તોડ્યું અને અફવા જણાવી. આ પછી હવે કહેવામાં આવી રહ્યું છે કે વિકી કૌશલ અને કેટરિના કૈફ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્ન કરી શકે છે.
એક મીડિયામાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર વિકી કૌશલ અને કેટરિના કૈફે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. બંનેનાં લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં થશે, જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બંનેના પરિવારના સભ્યો આ લગ્નમાં સામેલ થશે. રિપૉર્ટમાં એ સ્પષ્ટ નથી કે કેટરિના અને વિકીને ઇન્ડસ્ટ્રીમાંથી લગ્ન માટે કોને આમંત્રણ આપશે?
જો આપણે વર્કફ્રન્ટની વાત કરીએ તો સાંભળવા મળે છે કે કેટરિના કૈફ આ દિવસોમાં ‘ટાઇગર 3’ના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન ખાન અભિનીત ઇમરાન હાશ્મી આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. ‘ટાઇગર 3’ ફિલ્મનું શૂટિંગ આ દિવસોમાં રશિયામાં ચાલી રહ્યું છે. થોડા દિવસો પહેલાં સેટ પરથી કેટરિના કૈફ અને સલમાન ખાનનો લૂક વાયરલ થયો હતો, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યો છે. ‘ટાઇગર 3’નું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં પૂરું થઈ જશે.
જો આપણે વિકી કૌશલની વાત કરીએ તો તે પણ ખૂબ વ્યસ્ત છે. ‘ઉરી’ પછી દરેક નિર્માતા વિકી કૌશલ સાથે હાથ મિલાવવા માગે છે, પરંતુ તેને કોઈ ઉતાવળ નથી. વિકી ખૂબ કાળજીપૂર્વક ફિલ્મો સાઇન કરી રહ્યો છે. તેની બિગ બજેટ ફિલ્મ 'ધ ઇમોર્ટલ અશ્વત્થામા'વિશે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, જે જણાવે છે કે તેને બંધ કરી દેવામાં આવી છે. ફિલ્મનું બજેટ એટલું વધી ગયું કે મેકર્સે તેને બનાવવાની ના પાડી દીધી છે.