ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
ટીવીનો સૌથી પ્રિય અભિનેતા સિદ્ધાર્થ શુક્લા હવે આ દુનિયામાં નથી. પોતાના અભિનય અને પોતાના વ્યક્તિત્વથી લોકોના દિલ પર રાજ કરનાર સિદ્ધાર્થનું હાર્ટ ઍટેકથી અવસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે રાત્રે દવા લઈને સૂતો હતો, એ પછી તે સવારે ઊઠ્યો નહીં. અચાનક આ સમાચારને કારણે ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં સન્નાટો પ્રસરી ગયો છે.
2008માં નાના પડદા પર ‘બાબુલ કા આંગન છૂટે ના’ શોથી ડેબ્યુ કરનાર સિદ્ધાર્થે ખૂબ જ નાની ઉંમરે ઘણી ખ્યાતિ અને આદર મેળવ્યો હતો. આ અભિનેતા પાસે 40 વર્ષની ઉંમરે કરોડોની સંપત્તિ હતી. એક મીડિયાના રિપૉર્ટ અનુસાર સિદ્ધાર્થ શુક્લાની કુલ સંપત્તિ 8.80 કરોડ રૂપિયા છે. સિદ્ધાર્થ મહિને 10 લાખ રૂપિયાથી વધુ કમાતો હતો. ટીવી શો સિવાય તેની કમાણીનો મુખ્ય સ્રોત જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ હતા. કેટલાક અહેવાલો કહે છે કે તે બૉલિવુડ ફિલ્મ માટે લગભગ એક કરોડ રૂપિયા લેતો હતો. એવું કહેવાય છે કે સિદ્ધાર્થ ટીવી શોના એપિસોડ દીઠ આશરે બે લાખ રૂપિયા લેતો હતો. અભિનેતા વૈભવી જીવન જીવતો હતો, પરંતુ સમયે તેનું વૈભવી જીવન ખૂબ જ ઝડપથી છીનવી લીધું. શું તમે જાણો છો કે સિદ્ધાર્થે તાજેતરમાં જ મુંબઈના પૉશ વિસ્તારમાં એક ઘર પણ ખરીદ્યું હતું. તેની પાસે હાર્લી-ડેવિડસન ફેટ બૉબ મોટરસાઇકલ, BMW X5 જેવી કાર અને બાઇક હતી.
તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે. તેમનું અવસાન ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે.