ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ડિસેમ્બર 2021
શનિવાર
બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ કેટરિના કૈફ અને એક્ટર વિકી કૌશલ તેમના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં છે. બંને 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા હતા. તેઓએ રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં લગ્ન કર્યા, જેમાં પરિવાર તેમજ બોલિવૂડના ખાસ મિત્રોએ હાજરી આપી હતી. કેટરિના કૈફ અને વિકી કૌશલ લગ્ન બાદથી સતત પોતાની તસવીરો શેર કરી રહ્યાં છે. તાજેતરમાં કેટરીના કૈફે પણ લગ્ન પછી 'પહેલી રસોઇ'ની વિધિ પૂર્ણ કરી છે.
'ચૌકા ચઢાવ ' વિધિ માટે તેણીના સાસરિયાના ઘરે પ્રથમ વખત હલવો બનાવ્યો , જેની તસવીર તેણીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ શેર કરી. ફોટામાં કેટરિના કૈફ હાથમાં હલવાનો કપ સાથે જોવા મળી રહી છે, જેને તેણે ડ્રાયફ્રૂટ્સથી સજાવ્યો છે. આ તસવીર શેર કરતાં અભિનેત્રીએ લખ્યું, "મેંબનાવી, 'ચૌકા ચઢાવ' ."અભિનેત્રીએ ભલે આ તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હોય, પરંતુ તેને જોતા જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.
વિકી કૌશલે પણ પત્ની કેટરિના કૈફ દ્વારા બનાવેલો હલવો ખાઈને પ્રતિક્રિયા આપી છે. વિકી કૌશલે પણ ઈન્સ્ટા સ્ટોરી પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં વિકી તેના હાથમાં બાઉલ પકડે છે, જેમાં હલવો છે. આ સાથે વિકીએ સ્ટોરીમાં લખ્યું છે – અત્યાર સુધીનો બેસ્ટ હલવો . આ સાથે વિકીએ કિસિંગ ઈમોજીસનો પણ ઉપયોગ કર્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કેટરીના કૈફ લગ્ન બાદ પહેલીવાર વિકી કૌશલ સાથે જોવા મળી હતી. અભિનેત્રી તેના પરંપરાગત સલવાર-કમીઝમાં પંજાબી બંગડીઓ પહેરેલી અને માંગમાં સિંદૂર લગાવેલી જોવા મળી હતી.
બીમાર પત્ની ની જુદાઈ સહન ના કરી શક્યો સૈફ, કરીનાની એક ઝલક મેળવવા કર્યું આ કામ; જાણો વિગત
કેટરિના કૈફ અને વિકી કૌશલ વિશે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે તેઓ ટૂંક સમયમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે.કેટરિના કૈફ અને વિકી કૌશલ મુંબઈમાં જ તેમના ઈન્ડસ્ટ્રી મિત્રો માટે ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. જો કે આ મામલે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. આ સિવાય બંનેના કરિયરની વાત કરીએ તો વિકી કૌશલ છેલ્લે 'સરદાર ઉધમ'માં જોવા મળ્યો હતો, જેના માટે તેની ખૂબ પ્રશંસા પણ થઈ હતી. તેમજ, અભિનેત્રી 'સૂર્યવંશી'માં જોવા મળી હતી, જેમાં તેણે અક્ષય કુમાર સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી.