ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ડિસેમ્બર 2021
શુક્રવાર
કરીના કપૂર થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ મળી આવી હતી. રિપોર્ટ સામે આવ્યા બાદ કરીનાએ તેના બે પુત્રો સાથે પોતાને અલગ કરી લીઘી છે. જેના કારણે સૈફ પણ તેને મળી શકતો નથી. પરંતુ સૈફે કરીના માટે એક એવો રસ્તો શોધી કાઢ્યો જે તમે પણ જોતા રહી જશો. અભિનેત્રી સૈફની તસવીર શેર કરવાથી પોતાને રોકી શકી નહીં.કરીના કપૂર હાલમાં કોરોના પોઝિટિવ છે અને જ્યારે કરીનાને વાયરસની ઝપેટમાં આવી હતી, ત્યારે તેનો પતિ સૈફ અલી ખાન તે સમયે મુંબઈમાં નહોતો અને હવે તે પાછો ફર્યો છે અને તેની બેગમને મળવા માટે તડપતો હતો. કરીનાને મળવા માટે સૈફ નજીકની બિલ્ડીંગની છત પર ગયો અને ત્યાંથી તે એક્ટ્રેસને જોઈ રહ્યો છે.
જણાવી દઈએ કે કરીના કપૂર સંક્રમિત મળી આવ્યા બાદ બીએમસીએ સાવચેતીના ભાગરૂપે અભિનેત્રીની આખી બિલ્ડીંગને સીલ કરી દીધી છે અને અહીં મુલાકાતીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કરીના અને અમૃતા પણ છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી પાર્ટીઓમાં ગયા હતા, આવી જ એક પાર્ટી ફિલ્મમેકર કરણ જોહરના ઘરે પણ થઈ હતી. જોકે, કરણ જોહરનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
કરીના કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, ટૂંક સમયમાં જ બેબો મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન સાથે તેની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ હોલીવુડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની સત્તાવાર હિન્દી રિમેક બનવા જઈ રહી છે. જ્યારે સૈફ અલી ખાન ની 'બંટી ઔર બબલી 2' તાજેતરમાં રિલીઝ થઈ હતી, ત્યારે આ ફિલ્મ થિયેટરોમાં પોતાનો કમાલ બતાવી શકી નથી.