News Continuous Bureau | Mumbai
'બિગ બોસ' પછી, કલર્સ ટીવીનો વધુ એક ધમાકેદાર શો 'ખતરોં કે ખિલાડી' તેની નવી સીઝન એટલે કે સીઝન 12 સાથે ટીવીની દુનિયામાં દસ્તક આપવા માટે તૈયાર છે. ખાસ વાત એ છે કે શો માટે સ્પર્ધકોની શોધ પણ શરૂ થઈ ગઈ છે.જ્યારે અગાઉ અભિનેત્રી શિવાંગી જોશી વિશે એવા સમાચાર હતા કે તેને 'ખતરો કે ખિલાડી 12' માટે અપ્રોચ કરવામાં આવી છે, ત્યારે હવે 'બિગ બોસ 14'ની સ્પર્ધક પવિત્રા પુનિયા વિશે અટકળો શરૂ થઈ ગઈ છે. એક ન્યૂઝ પોર્ટલ ના રિપોર્ટ અનુસાર, એવું માનવામાં આવે છે કે પવિત્રા પુનિયા આ વખતે 'ખતરો કે ખિલાડી'નો ભાગ બની શકે છે.
'ખતરો કે ખિલાડી' અને પવિત્રા પુનિયાના સૂત્રોના જણાવ્યા અનુસાર, શોના નિર્માતાઓએ આ માટે અભિનેત્રીનો સંપર્ક કર્યો છે. આ પહેલા પણ 'ખતરો કે ખિલાડી' માટે અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ અભિનેત્રી આ શો માટે સંમત ન હતી. આ વખતે પણ અભિનેત્રી અથવા શોના નિર્માતાઓ તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.તમને જણાવી દઈએ કે પવિત્રા પુનિયા પહેલા અભિનેત્રી રૂબિના દિલાઈક વિશે પણ સમાચાર આવ્યા હતા કે તે 'ખતરો કે ખિલાડી 12'માં જોવા મળી શકે છે. જો કે, એક ઇન્ટરવ્યુ દરમિયાન, અભિનેત્રીએ તે અટકળો પર સ્પષ્ટતા કરી અને કહ્યું કે તે રોહિત શેટ્ટીના આગામી શોનો ભાગ બનવાની નથી. રૂબીના દિલાઈકના પતિ અભિનવ શુક્લા 'ખતરો કે ખિલાડી'નો ભાગ રહી ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : ‘અનુપમા’ સિરિયલ એ બદલ્યું રૂપાલી ગાંગુલીનું ભાગ્ય, અભિનેત્રી ને અનુપમા નું પાત્ર ભજવવા અંગે હતી આ શંકા, એક્ટ્રેસે કર્યો ખુલાસો
રોહિત શેટ્ટીના આગામી શોમાં ઘણા સ્ટાર્સ જોવા મળે તેવી આશા છે. આ યાદીમાં 'બિગ બોસ'ના સ્પર્ધકો ઉમર રિયાઝ, પ્રતીક સહજપાલ, સિમ્બા નાગપાલ, અભિનેત્રી દીપિકા કક્કર અને રાજીવ અડતિયાના નામ સામેલ છે.હવે જોવું એ રહ્યું કે શું પવિત્ર પુનિયા આ શો માં ભાગ લેવા સંમત થશે?