News Continuous Bureau | Mumbai
આજે મિથુન ચક્રવર્તીનો 72મો જન્મદિવસ (Mithun Chakraborty birthday)છે. મિથુન દા 90ના દાયકાના નંબર વન અભિનેતા રહ્યા છે. તેણે બોલિવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. મિથુને 1976માં આવેલી ફિલ્મ ‘મૃગયા’ (Mrugaya bollywood debut)થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ તેને લોકપ્રિયતા ‘ડિસ્કો ડાન્સર’ ફિલ્મથી(Disco dancer) મળી હતી. આ ફિલ્મનું ગીત 'આઈ એમ અ ડિસ્કો ડાન્સર' આજે પણ એટલું જ લોકપ્રિય છે. 100 કરોડથી વધુની કમાણી કરનારી આ ભારતની પ્રથમ ફિલ્મ હતી.
મિથુન દાનો જન્મ 16 જૂન 1950ના રોજ કલકત્તામાં(Kolkata) થયો હતો.તેમનો પરિવાર એક મધ્યમ વર્ગીય (middle class)પરિવાર હતો, પરંતુ આજે તે પોતાની મહેનત અને ક્ષમતાને કારણે કરોડો ના માલિક છે. B.Sc નો અભ્યાસ કર્યા પછી, તેમણે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, પુણેમાંથી સ્નાતક (graduation)કર્યું. મિથુન નક્સલવાદીઓના જૂથમાં જોડાયા બાદ નક્સલવાદી બની ગયો હતો.તેના નક્સલવાદી(Naxalites) બનવામાં તેના પરિવારને કોઈ વાંધો નહોતો પરંતુ, એક દિવસ મિથુનનો ભાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યો. જે બાદ મિથુન ઘરે પરત ફર્યો અને પાછું વળીને જોયું નહીં. જાણે 80નું દશક તેમના નામે હતું. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે મિથુન દાની ફિલ્મો સતત ફ્લોપ(flop) થવા લાગી. 1993 થી 1998 સુધી તેમની સતત 33 ફિલ્મો ફ્લોપ રહી. પરંતુ સતત ફ્લોપ ફિલ્મો આપ્યા પછી પણ તેની અસર મિથુનના સ્ટારડમ(Mithun stardum) પર પડી નહીં . આ સમયગાળા દરમિયાન પણ મિથુને સતત 12 ફિલ્મો સાઈન કરી હતી.
આ સમાચાર પણ વાંચો : ટીવી ના જાણીતા અભિનેતા કરણવીર બોહરા સહિત છ લોકો સામે થયો કેસ દાખલ-અભિનેતા અને તેની પત્ની પર લાગ્યો આ આરોપ
મિથુન દાની મુલાકાત યોગિતા બાલી (Mithun married Yogita bali)સાથે ફિલ્મ 'જગ ઊઠા ઈન્સાન'ના સેટ પર થઈ હતી. આવી સ્થિતિમાં બંને શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા. યોગિતા અને મિથુનને ચાર બાળકો છે. તેમને ત્રણ પુત્રો મિમોહ, નમાશી અને ઉસ્મય છે અને તેઓએ તેમની પુત્રી દિશાનીને દત્તક(Adopt) લીધી છે. મિથુન ચક્રવર્તીની કુલ સંપત્તિ 282 કરોડ છે. અભિનય ઉપરાંત, તે વ્યવસાય, શો હોસ્ટ તરીકે અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માંથી પણ ઘણી કમાણી કરે છે.