ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
હાલમાં જ કિશોરકુમારની બર્થ ઍનિવર્સરી પર ખબર આવી હતી કે ગાંગુલી પરિવાર, દીકરા અમિત, સુમિત અને પત્ની લીના ચંદાવરકર લેજન્ડરી સિંગરની જિંદગી ઉપર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. પરિવારના સદસ્યો જ આ ફિલ્મને ડાયરેક્ટ અને પ્રોડ્યુસ કરવાના છે. પરિવારના સદસ્યોએ આ બાયોપિકની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન કિશોરકુમારના દિકરા અમિતકુમારે કહ્યું ‘’હું પહેલેથી બાયોપિક બનાવવા માગતો હતો. તેમને પરિવારથી સારું કોણ જાણે? અમે જલદી અમારા પરિવારના ઇન્ટરવ્યૂ શૂટ કરવાની શરૂઆત કરીશું.’’ અમિતે આગળ કહ્યું કે ‘’અમને ખબર છે આ આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં કમસે કમ એક વર્ષ લાગશે. ’’ અમિતકુમારથી પહેલાં અનુરાગ બાસુ અને સુજિત સરકાર સિંગરની બાયોપિક બનાવવા માગતા હતા. ચાર વર્ષ પહેલાં અનુરાગે ફિલ્મની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. એમાં તેઓ રણબીર કપૂરને કાસ્ટ કરવા ઇચ્છતા હતાં, પરંતુ આ ફિલ્મ લીગલ મામલામાં ફસાઈને રોકાઈ ગઈ.
અનુપમાની સામે ઊભી થશે નવી મુસીબત, કાવ્યા પર વનરાજ થશે ગુસ્સે; જાણો ‘અનુપમા’ના આવનારા એપિસોડ વિશે
વર્ષો પહેલાં ખબર ઊડી હતી કે અનુરાગ બાસુ રણબીર કપૂરને લઈને કિશોરકુમારની બાયોપિક બનાવી રહ્યા છે, ત્યારે આયુષ્માન ખુરાનાએ આ ફિલ્મ કરવાની ઇચ્છા જાહેર કરી હતી. આયુષ્માન ખુરાનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘’જો કોઈ કિશોરકુમારની બાયોપિક બનાવી રહ્યા હોય તો પ્લીઝ મને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અપાવી દે. આ કિરદાર નિભાવવાની મારી દિલથી ઇચ્છા છે. હું ગીત પણ ગાઈ શકું છું.’’ હવે જોવાનું એ રહેશે કે પરિવાર દ્વારા બનવા જઈ રહેલી ફિલ્મમાં કિશોરકુમારની ભૂમિકા કોણ કરશે.