ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ જૂન ૨૦૨૧
ગુરુવાર
બૉલિવુડ ઍક્ટ્રેસ મિનીષા લાંબા ફિલ્મોથી ઘણા સમય સુધી ગાયબ રહ્યા પછી આજકાલ તે ચર્ચામાં આવી છે. કેમનકે તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઘણા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે એક સમયે તે એક બૉલિવુડ ઍક્ટર સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ તે ઍક્ટર ફલર્ટ અને ધોકેબાજ હતો. મિનીષા લાંબાએ આર. જે. સિદ્ધાર્થ કન્નનને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે “હું ઍક્ટરની સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ તેણે મને દગો આપ્યો. ઍક્ટરની પર્સનાલિટી એક ફલર્ટ તરીકેની હતી.” તેણે આગળ કહ્યું કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિને ડેટ નહીં કરે.
મિનીષા લાંબાએ વર્ષ ૨૦૧૫માં રયાન થામ સાથે લગ્ન કર્યાં હતાં અને ગયા વર્ષે જ તેના છૂટાછેડા થઈ ગયા. હાલમાં મિનીષા લાંબાએ જણાવ્યું કે તે કોઈની સાથે રિલેશનશિપમાં છે. તેણે જણાવ્યું કે પાછલા એક વર્ષથી રિલેશનશિપમાં છે, પરંતુ તે તેના બૉયફ્રેન્ડ વિશે ખુલાસો નહીં કરે, કેમ કે તે તેની પ્રાઇવસીની કદર કરે છે.
મિનીષા લાંબાએ સુજિત સરકારની ફિલ્મ ‘યહાં’ થી ડેબ્યૂ કર્યું હતું. આના સિવાય મનીષાએ ‘હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ’, ‘બચના એ હસીનોં’ અને ‘ભેજા ફ્રાય-2’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. મિનીષા લાંબાએ ટીવી રિયાલિટી શો ‘બિગ બૉસ’ તથા ‘તેનાલી રામ’ જેવી સિરીઝમાં પણ કામ કરી ચૂકી છે.