ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઑગસ્ટ, 2021
ગુરુવાર
બિગ બૉસ OTTની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી એમાં કયા ક્ન્ટેસ્ટન્ટ ભાગ લેશે એ અંગે ચર્ચા ચાલી રહી છે. આમ તો આ શોની પહેલી કન્ટેસ્ટન્ટ નેહા ભસીનનું નામ ઑફિશિયલી એનાઉન્સ કરવામાં આવ્યું છે. જ્યારે કે શોના બે પ્રોમો રિલીઝ થઈ ચૂક્યા છે. આ વખતે આ શો કરણ જોહર હોસ્ટ કરવાનો છે. આની વચ્ચે ખબર એવી આવી રહી છે કે ટીવી અભિનેત્રી નિશા રાવલ બિગ બૉસ 15માં જોવા મળી શકે છે. પરંતુ અત્યાર સુધી આ મામલે કોઈ ઑફિશિયલ ઍનાઉન્સમેન્ટ થઈ નથી.
અક્ષયકુમારની ફિલ્મ ‘બેલ બૉટમ’માં ઇંદિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળી આ ઍક્ટ્રેસ, નામ જાણીને ચોંકી જશો
સ્પૉર્ટ બૉયના રિપોર્ટ મુજબ શોના મેકર્સ અને નિશા રાવલ વચ્ચે વાતચીત ચાલુ છે. જોકે હજી સુધી કાંઈ ફાઇનલ થયું નથી. રિપૉર્ટનું માનીએ તો બિગ બૉસ 15 માટે હજુ સુધી સિતારાઓ સાથે વાતચીત ચાલુ છે. પરંતુ ફાઇનલ નામ કયું છે એ આ મહિનાના અંત સુધીમાં બહાર પાડવામાં આવશે. હવે નિશાએ આ શો માટે હા પાડી છે કે નહીં એ તો આવનારા દિવસોમાં ખબર પડશે. મીડિયા હાઉસના એક રિપૉર્ટ પ્રમાણે નિશા બિગ બૉસના ઘરમાં આવવા માટે ઇચ્છા ધરાવે છે. આ પહેલાં નિશાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ શોમાં આવવાની ઇચ્છા જાહેર કરી હતી.