News Continuous Bureau | Mumbai
દેશભરમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિનું(lord shiva) ખૂબ મહત્વ છે. તાજેતરમાં જ ભગવાન શંકરનું એક ગીત અને તેને ગાનાર ગાયક ચર્ચામાં આવ્યું હતું. વાસ્તવમાં, યુટ્યુબ સિંગર (youtube singer)ફરમાની નાઝ ‘હર હર શંભુ’ ગીત ગાઈને વિવાદમાં આવી ગઈ હતી. આ ગીતને કારણે ફરમાની નાઝ ઘણા સમયથી ચર્ચામાં છે. પરંતુ શું તમે જાણો છો કે આ ગીત જેણે ગાયું છે તેની અસલી ગાયક ફરમાની નાઝ (Farmani Naaz)નહીં પરંતુ કોઈ અન્ય છે. આવો જાણીએ આ ગીતની અસલી ગાયિકા વિશે
‘હર હર શંભુ’ ગીત ગાઈને, ફરમાની ફેમસ થઇ ગઈ છે. તેના આ ગીતને 3.6 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. પરંતુ આ ગીત વાસ્તવમાં ફરમાનીએ નહીં પણ અન્ય કોઈએ ગાયું છે. આ ગીતનું ઓરિજિનલ વર્ઝન(original version) બે મહિના પહેલા રિલીઝ કરવામાં આવ્યું છે, જેને લગભગ 72 મિલિયન વ્યૂઝ મળ્યા છે. જયારે કે તેના ગાયક વિશે વાત કરીએ તો, આ ગીત ખરેખર અભિલિપ્સા પાંડા(Abhilipsa Panda) અને જીતુ શર્માએ(Jitu Sharma) ગાયું છે. અભિલિપ્સાએ અત્યાર સુધીમાં ઘણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. પરંતુ તેના ગીત 'હર હર શંભુ'એ વધુ લોકપ્રિયતા મેળવી.ઓરિસ્સાની(Odisha) રહેવાસી અભિલિપ્સા બાળપણથી જ કલા સાથે જોડાયેલી છે. તેણે ચાર વર્ષની ઉંમરે તેના દાદા પાસેથી શાસ્ત્રીય સંગીત(classical music) શીખવાનું શરૂ કર્યું. આટલું જ નહીં તેની માતા ક્લાસિકલ ડાન્સર(classical dancer) છે. પિતા પણ કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને નાની બહેન પણ સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. આ ગીતથી લોકોની વાહવાહી મેળવનારી અભિલિપ્સા માત્ર સંગીત જ નહીં પરંતુ અન્ય ઘણા ક્ષેત્રોમાં પણ પારંગત છે. ઓડિસી ડાન્સર(odishi dancer) હોવા ઉપરાંત, 18 વર્ષની અભિલિપ્સા માર્શલ આર્ટઅને કરાટેમાં(karate) પણ નિપુણ છે.
આ સમાચાર પણ વાંચો : શૈલેષ લોઢા બાદ તારક મહેતા ના આ કલાકારે પણ છોડ્યો શો નો સાથ
અભિલિપ્સા એ 2019માં નેશનલ લેવલની કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ(gold medal) જીત્યો છે. આ ઉપરાંત તે રાજ્ય સ્તરની ડિબેટર (debater)પણ છે. આ બધા સિવાય તે અભ્યાસમાં ટોપર (toper)છે. તેના ગીત ‘હર હર શંભુ’ની સફળતા વિશે વાત કરતા અભિલિપ્સાએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનું ગીત તમામ વર્ગના લોકોને પસંદ આવ્યું છે. તેણે એમ પણ કહ્યું હતું કે તેના કરાટે શિક્ષકે તેનો પરિચય જીતુ શર્મા (Jitu Sharma)સાથે કરાવ્યો હતો. આ પછી બંનેએ આ ગીત પર વાત કરી અને પછી તે રેકોર્ડ કરવામાં આવ્યું.