ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧
સોમવાર
બૉલિવુડનો ખિલાડી એટલે કે અક્ષયકુમાર સોશિયલ મીડિયા ઉપર ઘણો જ ઍક્ટિવ રહે છે. અક્ષયકુમાર જે, વર્ષમાં ઘણી બધી ફિલ્મો સાઇન કરવા માટે જાણીતો છે. જ્યાં બીજા સ્ટાર વર્ષમાં એક અથવા બે જ ફિલ્મ કરે છે, ત્યાં અક્ષયકુમાર આ બધાથી અલગ છે. અક્ષયકુમારે તાજેતરમાં જ જણાવ્યું કે તે બૉલિવુડની પાર્ટીમાં જતો નથી એની પાછળનું તેણે કારણ પણ બતાવ્યું.
થોડા દિવસ અગાઉ અક્ષયકુમારનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કપિલ શર્માના શોમાં નજર આવી રહ્યો છે. આ વીડિયોમાં અક્ષયની સાથે ઍક્ટ્રેસ કીર્તિ કુલ્હારી, તાપસી પન્નુ તથા સોનાક્ષી સિંહા પણ જોવા મળી રહી છે. વીડિયોમાં કપિલ શર્મા અક્ષયકુમારને કહી રહ્યો છે કે તમારી સાથે એક અફવા છે કે “તમે પાર્ટીમાં એટલે નથી જતા કે તમારે પણ પાર્ટી આપવી પડે” આ અફવા છે કે સાચું? તે જાણી અક્ષયકુમાર કહે છે કે હા, આ સાચું છે અને તેનો જવાબ સાંભળીને ત્યાં મોજૂદ બધા લોકો હસવા માંડે છે.
આ અગાઉ પણ અક્ષયકુમાર કરણ જોહરના શોમાં કહી ચૂક્યો છે કે “મને મારી ઊંઘ વધુ પ્યારી છે અને મને સવાર ઊગતી વધુ પસંદ છે.” જે લોકો મને પાર્ટીમાં બોલાવે છે તે લોકો જાણે છે કે હું જલદી જતો રહીશ. મારે ઊંઘવું હોય છે અને તે જણાવે છે કે તેને નાઇટ શિફ્ટ બિલકુલ પસંદ નથી.