News Continuous Bureau | Mumbai
હાલમાં જ રિલીઝ થયેલી આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી‘ નો દેશ સહિત વિદેશમાં પણ દબદબો જોવા મળી રહ્યો છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં રહી હતી પરંતુ બાદમાં તેને કોર્ટમાંથી રાહત મળી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી પરંતુ આલિયા ભટ્ટની એક્ટિંગના લોકોએ ખૂબ વખાણ કર્યા અને હવે આ ફિલ્મ સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો મુજબ પાકિસ્તાની અભિનેતા મુનીબ બટ્ટે તેની પત્ની સાથે ફિલ્મ જાેવા માટે આખું થિયેટર બુક કરાવ્યું હતુ.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ પાકિસ્તાની એક્ટર મુનીબ બટએ આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી' જોવા માટે આખું થિયેટર બુક કરાવી દીધું હતું. પાકિસ્તાની એક્ટર મુનીબ બટે પોતાની પત્ની આઈમાન ખાનને આલિયાની આ ફિલ્મ બતાવવા માટે દુબઈમાં આખું થિયેટર બુક કરાવ્યું હતું. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મીરા-ભાયંદર પાલિકાનો અજબ કારભાર, મંડળે કર નહીં ચૂકવતા આખું ધાર્મિક સ્થળ જપ્ત કર્યું, શ્રદ્ધાળુઓ થયા નારાજ…. જાણો વિગતે
‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ગંગુબાઈ કાઠિયાવાડી ૧૦૦ કરોડ ક્લબમાં પ્રવેશનારી આલિયા ભટ્ટની ૫મી ફિલ્મ બની છે, જેણે ૧૦૨.૬૦ કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ હજુ પણ ચાહકોની પહેલી પસંદ છે અને તેને અપાર પ્રેમ મળી રહ્યો છે. ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થનારી સૌથી ઝડપી ફિલ્મોમાંની પણ આ એક છે. રાઝી, ગલી બોય, 2 સ્ટેટ્સ સહિતની આલિયાની ફિલ્મોએ ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઈ હતી.