News Continuous Bureau | Mumbai
'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. જોકે, ફિલ્મને લઇ ને વિવાદ ચાલુ જ છે.આ અંગે ફિલ્મ ની ટાઇમિંગ પર સવાલ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મ ની પ્રોડ્યૂસર પલ્લવી જોષીએ આ તમામ સવાલ અંગે વાત કરી હતી.આ ફિલ્મ માં પલ્લવી જોષી એ એક પ્રોફેસર ની ભૂમિકા ભજવી છે.
અભિનેત્રી એ જણાવ્યું કે, ‘હું ભૂતકાળની વાત કરીશ. આપણાં પેરેન્ટ્સ અંગ્રેજી રાજમાં જન્મ્યા હતા. ત્યારે લોકો શીખ્યા નહીં, પરંતુ સ્વીકારી લીધું કે સત્તા વિરુદ્ધ સવાલ કરવો નહીં. સત્તા કહે એ જ રીતે જીવવાનું. ત્યારબાદની એટલે કે આપણી જનરેશન આઝાદ ભારતમાં જન્મી છે. આપણા બાળકો પણ આજના ભારતમાં જન્મ્યા છે. આપણે બાળકોને સવાલ કરવાની ટેવ પાડી છે. આ એક નવું ભારત છે. આ ભારતને સત્ય જાણવાનો હક છે. ખાસ કરીને 32 વર્ષ સુધી કાશ્મીરી પંડિતોની સચ્ચાઈ છુપાવીને રાખવામાં આવી હતી.માત્ર ફારુખ અબ્દુલા જ નહીં, તે દરેક વ્યક્તિ જે કાશ્મીરી પંડિતનો ગુનેગાર છે, તેમણે માફી માગવી જોઈએ. અમે અનેક સ્ક્રીનિંગમાં જોયું કે સામાન્ય લોકો કાશ્મીરી પંડિતની માફી માગી રહ્યા છે.’અમારો હેતુ આતંકવાદને ખુલ્લો પાડવાનો છે અને અમે તેમ કર્યું છે. કમનસીબે ત્યાં ધાર્મિક આતંક થયો અને તે ઈતિહાસ છે. તેને તો હું બદલી શકતી નથી. જો આને બદલે હું ખોટો ઈતિહાસ બતાવું તો ફિલ્મમેકર તરીકે મારી ક્રેડિબિલિટીનું શું?
આ સમાચાર પણ વાંચો : નીના ગુપ્તાએ ટ્રોલર્સ ને ભણાવ્યો પાઠ, કપડાં જોઈ ને જજ કરનાર લોકો ને આપ્યો આ જવાબ; જાણો વિગત
અભિનેત્રી એ વધુ માં કહ્યું કે, અમે સામાન્ય રિસર્ચ કર્યું હતું અને અમે કાશ્મીરી પંડિતોને જઈને મળ્યા હતા. તેમના ઘર લૂટવામાં આવ્યા, તેમની મા-દીકરી પર બળાત્કાર થયો હતો. પિતાની લાશના 50 ટૂકડા કરી દેવામાં આવ્યા હતા. આ તમામને જઈને અમે મળ્યા અને રિસર્ચ કર્યું. ફિલ્મમાં જે પણ ભયાનક સીન છે, તે પછી ખૂનવાળા ભાત ખાવાના હોય કે ઝાડ પર લટકતી લાશ હોય. આ તમામ ઘટના જેમની સાથે થઈ હતી તેના નામ અમારી પાસે છે. ત્યાં નરસંહાર થયો હતો.તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ આ ફિલ્મ ના વખાણ કર્યા છે.