ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
બૉલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ મંગળવારે બપોરે તેના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર 'આસ્ક મી ઍનિથિંગ' સત્રનું આયોજન કર્યું હતું. એ સમય દરમિયાન પરિણીતી ચાહકો સાથે વાત કરવાના મૂડમાં દેખાઈ, ત્યારે જ તે ચાહકો દ્વારા પૂછવામાં આવેલા દરેક સવાલનો સચોટ જવાબ આપી રહી હતી. અભિનેત્રીના ચાહકોએ તેને ઘણા રમૂજી પ્રશ્નો પૂછ્યા. એક ચાહકે તેને તેના સહઅભિનેતા રણવીર સિંહ વિશે પણ પૂછ્યું, જેના જવાબમાં પરિણીતીએ શું કહ્યું તે તમારે જાણવું જ જોઈએ. પરિણીતી ચોપરાના એક પ્રશંસકે તેને 'આસ્ક મી ઍનિથિંગ' સત્રમાં પૂછ્યું કે શું રણવીર સિંહ પિતા બન્યો છે?
જેના માટે અભિનેત્રીએ રણવીરને ટેગ કરીને પુષ્ટિ કરવા કહ્યું. પરિણીતીએ લખ્યું, “રણવીર સિંહ, કૃપા કરીને આની પુષ્ટિ કરો.” આ સવાલથી સ્પષ્ટ છે કે અભિનેતાના ચાહકો રણવીરના પિતા બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અન્ય એક ચાહકે પરિણીતી ચોપરાને કહ્યું કે તે શ્રદ્ધા કપૂર જેવી લાગે છે. ચાહકે લખ્યું, "તમે અને શ્રદ્ધા કપૂર બહેનો જેવાં દેખાવ છે!"
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબિતાજી ઉર્ફે મુનમુન દત્તા સેટ પર પરત ફરી, શોનું શૂટિંગ શરૂ
તાજેતરમાં પરિણીતી ચોપરા ફિલ્મ 'સાઇના'માં જોવા મળી હતી. આ ફિલ્મ બૅડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલની બાયોપિક હતી.
તાજેતરમાં દીપિકા પાદુકોણે તેની સાસુનો જન્મદિવસ રણવીર સાથે ઊજવ્યો હતો. આ પ્રસંગે રણવીરે તેની માતા માટે જન્મદિવસનું ગીત પણ ગાયું હતું.