ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર
બાહુબલી શ્રેણી બાદ પ્રભાસ ભારતનો સૌથી મોટો સ્ટાર બની ગયો છે. તેની માત્ર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં, પણ બૉલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ અદ્ભુત ફેન ફોલોઇંગ છે. આ દિવસોમાં પ્રભાસ કરતાં મોટો કોઈ ભારતીય સ્ટાર નથી, જેની પાસે સમગ્ર ભારતની માગ છે. ભારતમાં પોતાનો સ્ટારડમ સિક્કો સ્થાપિત કર્યા બાદ પ્રભાસે હવે હૉલિવુડમાં જવાનું મન બનાવી લીધું છે. જો લેટેસ્ટ મીડિયા રિપૉર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો પ્રભાસ ટૂંક સમયમાં હૉલિવુડ ફિલ્મમાં જોવા મળશે, જે હોરર શૈલીની હશે.
એક મનોરંજન વેબસાઇટે તેના તાજેતરના અહેવાલમાં માહિતી આપી છે કે હૉલિવુડની એક મોટી કંપનીએ હૉરર ફિલ્મ માટે પ્રભાસનો સંપર્ક કર્યો છે. કંપનીએ ફિલ્મની પટકથા પણ પ્રભાસને મોકલી છે. જો પ્રભાસને ફિલ્મની પટકથા પસંદ આવે તો આ વાત આગળ વધારવામાં આવશે. જોકે સૌથી મોટો સવાલ એ છે કે શું પ્રભાસ હૉરર ફિલ્મ કરવા માગે છે? પ્રભાસે ઘણા પ્રસંગો પર કહ્યું છે કે તે હૉરર ફિલ્મો જોતી વખતે ડરી જાય છે, તો શું તે આ પ્રોજેક્ટ સાઇન કરશે?
યો યો હની સિંહ બીજી વખત પણ કોર્ટમાં હાજર ન થયો, આપ્યું આ કારણ, કોર્ટે ઠપકો આપ્યો; જાણો વિગત
તાજેતરમાં પ્રભાસ મેકઅપ વગર જોવા મળ્યો હતો, જેની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ હતી. પ્રભાસને સાદાં કપડાંમાં જોઈને લોકોએ તેની મજાક ઉડાવી અને તેના પર ઘણા મેમ્સ પણ શૅર કર્યા. પ્રભાસનું વધેલું વજન પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું.