ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
રાજ કુન્દ્રા અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપોમાં ફસાતો જ જાય છે. રોજ નવા-નવા મામલા સામે આવતા જાય છે. રાજ કુન્દ્રાની પૉર્ન ફિલ્મ બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યાર બાદ તે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં હતો. એ પછી પોલીસ કસ્ટડી વધારીને 27 જુલાઈ સુધી કરવામાં આવી હતી. ૨૭ જુલાઈ એટલે કે આજે રાજ કુન્દ્રા માટે મહત્વનો દિવસ છે. આજે રાજ કુન્દ્રાની પોલીસ કસ્ટડી ખતમ થઈ રહી છે. આવામાં બધાની નજર એના ઉપર જ ટકેલી છે કે આજે રાજને બેલ મળશે યા તો પછી પોલીસ કસ્ટડી વધારવામાં આવશે.
આ મામલામાં પોલીસને ઘણા બધા પુરાવા હાથ લાગ્યા છે અને રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે હાલમાં જ એવી ખબર આવી હતી કે જ્યારે ફેબ્રુઆરીમાં પૉર્નોગ્રાફી રૅકેટનો ખુલાસો થયો ત્યાર બાદ તરત જ રાજ કુન્દ્રાએ પોતાનો ફોન બદલી નાખ્યો. આની પહેલાં રાજની ઑફિસમાંથી એક ગુપ્ત તિજોરી પણ મળી હતી. ત્યાર બાદ કેટલાક ખુલાસા થયા હતા. આ ગુપ્ત તિજોરીમાંથી પોલીસને રાજ અને શિલ્પાના સંયુક્ત ખાતાની જાણકારી મળી હતી, એ ખાતાની લેણદેણની તપાસ ચાલુ છે. પોલીસને શક છે કે આ ખાતામાં પૉર્ન ફિલ્મના પૈસા જમા થતા હતા.