ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જુલાઈ, 2021
સોમવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં વર્ષોથી બબિતાજીની ભૂમિકાથી ફૅમસ થયેલી મુનમુન દત્તા વિવાદોમાં ફસાયેલી છે. મુનમુન દત્તાએ થોડા દિવસો પહેલાં જ પોતાના એક વીડિયોમાં આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. એના કારણે તેને ટ્રૉલ થવું પડ્યું હતું તેમ જ તેની સામે ઘણી ફરિયાદ પણ થઈ હતી. આ ઘટના પછી મુનમુન જાહેરમાં માફી માગી ચૂકી છે, પરંતુ હવે શોના નિર્માતાઓ આવી ઘટનાઓથી બચવા માટે વિશેષ રીત લઈને આવ્યા છે. હવે અન્ડરટેકિંગ પર શોના કલાકારો દ્વારા સહી કરાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન સર્જાય. રિપૉર્ટ અનુસાર, અસિત મોદીનું માનવું છે કે મુનમુન દત્તાની માફી પછી પણ આ વિવાદ શાંત નથી થયો. જેના કારણે નિર્માતાઓ દ્વારા શોના કલાકારો પાસે અન્ડરટેકિંગ પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ સોશિયલ મીડિયા પર કોઈ આપત્તિજનક, જાતિવાદી અથવા અપમાનજનક શબ્દનો ઉપયોગ ન કરે.
છેલ્લા કેટલાક દિવસથી બબિતાજી સેટ પરથી ગાયબ? શું બબિતાજીએ શો છોડી દીધો? જાણો વિગત
ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અસિત મોદી ઇચ્છે છે કે મુનમુન દત્તાનો ટ્રેક થોડા દિવસો માટે ન લખાય, જેથી સેટ પર કોઈ વિવાદ ન થાય. એક મહિનાથી શોમાં બબિતાજી એટલે કે મુનમુન દત્તા જોવા નથી મળી રહી. તેના શો છોડવાના સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ હવે આ મામલે શોના મેકર અસિત મોદીએ મોટો ખુલાસો કર્યો છે. અસિત મોદીએ કહ્યું કે મુનમુન દત્તા હજી પણ આ શોનો ભાગ છે અને તે ક્યાંય નથી ગઈ.