ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઑગસ્ટ, 2021
મંગળવાર
ડ્રામા ક્વીન રાખી સાવંત મનોરંજન રાણી છે. તે લોકોનું ગમે ત્યાં અને કોઈ પણ રીતે મનોરંજન કરી શકે છે. બિગ બૉસ સિઝન 14માં પોતાના મનોરંજનથી લોકોનાં દિલ પર રાજ કરનારી રાખી સાવંત હવે ફરી એક વાર બિગ બૉસના મંચ પર જોવા મળશે. રાખીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તે સ્પાઇડરમૅનનો કૉસ્ચ્યુમ પહેરેલી જોવા મળી રહી છે.
રાખી સાવંત બિગ બૉસ OTTના સેટ પર જોવા મળી હતી. ઘરની અંદર જતાં પહેલાં રાખી પાપારાઝીના કૅમેરામાં કેદ થઈ હતી. અહીં રાખી સાવંતે જોરદાર પોઝ આપ્યો હતો. પહેલા તો કોઈ રાખી સાવંતને ઓળખી શક્યું નહીં. કારણ કે તે માથાથી પગ સુધી સ્પાઇડરમૅનના પોશાકમાં હતી.
રાખી સાવંત પાસે જે સામાન છે એમાં પણ સ્પાઇડરમૅન પ્રિન્ટ છે. રાખીએ તેના ચહેરા પર સ્પાઇડરમૅન માસ્ક લગાવ્યો છે. આવી સ્થિતિમાં રાખી સાવંતને ઓળખવી કોઈ માટે પણ મુશ્કેલ બની ગયું હોત. જ્યારે ચાહકોને ખબર પડી કે રાખી સાવંત સ્પાઇડરમેનના વેશમાં છે, તો પછી લોકો ત્યાં આવવા લાગ્યા. રાખીની આ રમૂજી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
શું બબિતાજી ટૂંક સમયમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળશે? અય્યરભાઈએ કર્યો આ વાતનો ખુલાસો