News Continuous Bureau | Mumbai
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમયથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ફેન્સ આ બંનેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ હાલમાં જ જે સમાચાર સામે આવ્યા છે તે મુજબ બંને ડિસેમ્બર 2022માં નહીં પરંતુ તે પહેલા લગ્ન કરશે.પહેલા એવી ખબર આવી હતી કે બંને 2021 ના અંતમાં લગ્ન કરી લેશે પરંતુ પછી સમાચાર આવ્યા કે બંને એપ્રિલ 2022 માં લગ્ન કરવા જઈ રહ્યા છે. જે બાદ ફેન્સને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે તેમના લગ્નની તારીખ ડિસેમ્બર 2022 જણાવવામાં આવી રહી હતી. પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તેના કારણે ફરી એકવાર ફેન્સમાં હોબાળો મચી ગયો છે.
એક મીડિયા હાઉસ ના સમાચાર અનુસાર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ વર્ષે ડિસેમ્બરમાં નહીં પરંતુ ઓક્ટોબર મહિનામાં લગ્ન કરશે. બોલિવૂડના આ કપલના લગ્નને લઈને ઘણી વખત અલગ-અલગ સમાચાર સામે આવ્યા છે, પરંતુ હવે જે સમાચાર સામે આવ્યા છે તેના પરથી એવું માનવામાં આવે છે કે બંને જલ્દી લગ્ન કરી લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કપૂર અને ભટ્ટ પરિવારે નક્કી કર્યું છે કે બંનેના લગ્ન આ વર્ષે ઓક્ટોબર મહિનામાં થશે.એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે, આલિયા અને રણબીરના લગ્નની તારીખો કેમ આગળ -પાછળ જઈ રહી છે તે કોઈ કહી શકતું નથી. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુંબઈના પાલી હિલમાં સ્થિત ક્રિષ્ના રાજમાં રોકાશે. તેમના ઘરનું રિનોવેશન હજુ પણ ચાલુ છે.અને તે હજી તૈયાર નથી. તેને પૂર્ણ કરવામાં હજુ 18 મહિનાનો સમય લાગશે. રિનોવેશન પછી જ બંને આ ઘરમાં શિફ્ટ થશે. આવી સ્થિતિમાં ચાહકો ઈચ્છી રહ્યા છે કે તેમને જલ્દી રણબીર અને આલિયા ભટ્ટના લગ્નના સારા સમાચાર સાંભળવા મળે.
આ સમાચાર પણ વાંચો : 'બિગ બોસ 14'ની આ કન્ટેસ્ટન્ટ ને મળી ‘ખતરો કે ખિલાડી 12’ ની ઓફર! શું મેકર્સ નો પ્રસ્તાવ સ્વીકારશે?
વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા અને રણબીર ટૂંક સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ સિવાય રણબીર ‘શમશેરા’, ‘એનિમલ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે. આલિયા ભટ્ટ ‘એસએસ રાજામૌલીની 'RRR' અને કરણ જોહરની 'તખ્ત' અને 'રોકી ઔર રાની કી લવસ્ટોરી' માં કામ કરી રહી છે.