ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
કરિશ્મા કપૂરે ભલે હવે ફિલ્મોથી અંતર બનાવી લીધું હોય, પરંતુ તે સામાજિક જીવનમાં ખૂબ જ સક્રિય છે. તાજેતરમાં કરિશ્મા તેના પિતા રણધીર કપૂર સાથે હાસ્ય કલાકાર કપિલ શર્મા (ધ કપિલ શર્મા શો)ના શોમાં પહોંચી હતી. આ દરમિયાન પિતા-પુત્રીએ કપિલ સામે કપૂર પરિવાર વિશે ઘણા મોટા ખુલાસા કર્યા. દરમિયાન રણધીર કપૂરે તેની પુત્રીની સામે રોમૅન્ટિક દૃશ્યો વિશે કંઈક એવું કહ્યું કે કરિશ્મા શરમમાં લાલ થઈ ગઈ. આખરે રણધીર કપૂરે શું કહ્યું?
'ધ કપિલ શર્મા શો'ના નિર્માતાઓએ આગામી એપિસોડનો પ્રોમો વીડિયો ચૅનલની સત્તાવાર ચૅનલ પર રજૂ કર્યો છે. આ વીડિયોમાં કપિલ શર્મા રણધીર કપૂરને તેની સુપરહિટ ફિલ્મ ‘કલ આજ ઔર કલ’ના ગીત 'આપ યહાં આયે કિસલીયે…' સાથે સંબંધિત પ્રશ્ન પૂછે છે. પ્રશ્નમાં કપિલ કહે છે : તમારી ફિલ્મ 'કલ આજ ઔર કલ'માં એક ગીત હતું, જેમાં બબિતાજી તમને પૂછે છે કે 'આપ યહાં આયે કિસલીયે….' એમાં એક પંક્તિ છે, લગ્ન કરવાનો ઇરાદો છે, તો શું એ વાર્તાની માગ હતી કે તમારી અંદર તોફાન હતું?
આ સાંભળીને રણધીર કપૂર તરત જ કહે છે : મારી માગ પહેલેથી જ લગ્ન કરવાની હતી. એથી મેં આમ કહ્યું. આ સાંભળીને તેની દીકરી કરિશ્મા કપૂર પણ હસવા લાગે છે. મતલબ રણધીર કપૂર કહેવા માગતો હતો કે તે પહેલાંથી જ બબિતા (રણધીરની પત્ની) પ્રેમ કરતો હતો.
આ પછી કપિલ શર્માએ રણધીર કપૂરને પૂછ્યું કે જ્યારે પિતા રાજ કપૂરસાહેબ રોમૅન્ટિક સીનનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તે તારી સામે કરતા હતા કે પછી તને 500 રૂપિયા આપીને કહેતા કે જા દીકરા ચૉકલેટ ખાઈ આવ? આના પર રણધીર કપૂરે કહ્યું : આ અભિનય છે, કેટલાક સાથે હું ખરેખર ઇચ્છતો હતો અને કેટલાક સાથે હું ક્યારેય ઇચ્છતો ન હતો. આ સાંભળીને કપિલ શર્મા સહિત સેટ પર હાજર દરેક જોર જોરથી હસવા લાગે છે. જોકે કરિશ્મા કપૂર તેના પિતાની વાત સાંભળીને શરમાઈ જાય છે અને આંખો બંધ કરી દે છે.
પાકિસ્તાનને સદ્બુદ્ધિ સૂઝી : બે ભારતીય અભિનેતાઓનાં ઘરનું સમારકામ થશે
કપિલ શર્માએ કરિશ્મા કપૂર અને તેના પિતા રણધીરને કેટલાક વધુ રમૂજી પ્રશ્નો પૂછ્યા, જેમાં બંનેએ કપૂર પરિવારના સભ્યો સાથે જોડાયેલા ઘણા મોટા ખુલાસા કર્યા. કપિલે પૂછ્યું : સૌથી વધુ ફૂડી કોણ છે? આ અંગે કરિશ્મા કહે છે : નીતુ આન્ટી અને રિદ્ધિમા. એ જ રીતે કપિલ શર્માએ બીજો પ્રશ્ન પૂછ્યો : સાંજના મેળાવડા માટે રાહ જોવડાવનાર કપૂર કોણ છે? આ પર કરિશ્મા કહે છે : બધા કપૂરો. હાથ ઊંચો કરતી વખતે રણધીર ઘડિયાળ તરફ જોતાં કહે છે : સાંજ થઈ ગઈ ભાઈ. આ સાંભળીને કપિલ, અર્ચના પૂરન સિંહ અને કરિશ્મા બધાં હસવા લાગે છે.