News Continuous Bureau | Mumbai
રિયાલિટી શો ‘બિગ બોસ’ (Bigg boss)હંમેશા વિવાદોને કારણે હેડલાઇન્સ માં રહે છે. સલમાન ખાન છેલ્લા ઘણા સમયથી આ શોને હોસ્ટ કરી રહ્યો છે. હવે ટીવીનો આ શો OTT પર આવ્યો છે. છેલ્લી સિઝન જાણીતા ફિલ્મમેકર કરણ જોહરે હોસ્ટ (Karan Johar host)કરી હતી. પહેલા તો આ શોને બહુ પસંદ કરવામાં આવ્યો ન હતો, પરંતુ પછી ધીમે-ધીમે શોની લોકપ્રિયતા વધવા લાગી. આ સિઝનની વિજેતા દિવ્યા અગ્રવાલ (Divya Agarwal)હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે આ વખતે કરણ જોહર આ શો હોસ્ટ નહીં કરે. કારણ કે તેનો પોતાનો શો કોફી વિથ કરણ(koffee with karan) શરૂ થવાનો છે.
'બિગ બોસ ઓટીટી' વિશે પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે સલમાન ખાન (Salman Khan)આ શોમાં કમબેક કરી શકે છે, પરંતુ હવે કદાચ એવું થવાનું નથી. તમને જણાવી દઈએ કે બિગ બોસ ઓટીટીની (Bigg boss OTT)પહેલી સીઝન ઘણી હિટ રહી હતી, તેથી મેકર્સ તેને ફરી લાવ્યા છે. જો કે બિગ બોસ OTT 2 ના હોસ્ટના નામને લઈને ચર્ચાઓ ખૂબ જોરથી ચાલી રહી છે. આ માટે પહેલીવાર ફરાહ ખાનનું(Farah Khan) નામ સામે આવ્યું હતું, ત્યારબાદ સમાચાર આવ્યા કે હવે હિના ખાન (Heena khan)આ શોને હોસ્ટ કરી શકે છે. પરંતુ હવે આ શોના હોસ્ટ માટે બોલિવૂડના સૌથી હેન્ડસમ મેનમાંથી એકના નામની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે રણવીર સિંહ(Ranveer Singh host Bigg boss OTT 2) આ શોને હોસ્ટ કરી શકે છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને ન તો રણવીર સિંહે આ અંગે કોઈ જાહેરાત કરી છે. જો કે, હવે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે રણવીર સિંહ આ શોમાં આવ્યા પછી શું બદલાવ આવે છે અને શું લોકોને જુના શો ની જેમ નવો શો પસંદ આવશે કે નહીં.
આ સમાચાર પણ વાંચો : રેખાની ભાણી ને જોઈને ચાહકોના ઉડી ગયા હોશ-પ્રિયાની તસવીરો જોઈ ને લોકો એ આપી આવી પ્રતિક્રિયા-જુઓ ફોટોગ્રાફ્સ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેકર્સે બિગ બોસની બીજી સીઝન(Bigg boss OTT 2) પર કામ શરૂ કરી દીધું છે. શોને હોસ્ટ કરવા માટે કરણ જોહર તારીખ ફાળવી શક્યો નથી, તેથી રણવીર સિંહનું નામ આગળ આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા રણવીર 'ધ બિગ પિક્ચર' નામનો શો હોસ્ટ કરી ચૂક્યો છે. આમાં અભિનેતાની હોસ્ટિંગની(hosting) પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. કદાચ આ જ કારણ છે કે મેકર્સે બિગ બોસ OTT 2 માટે રણવીર સિંહનું નામ સૂચવ્યું છે.