News Continuous Bureau | Mumbai
રેખા તેના સમયની સફળ અભિનેત્રી રહી છે. રેખાનું સાચું નામ ભાનુરેખા ગણેશન (Bhanu Rekha Ganesan)છે અને તેનો જન્મ 10 ઓક્ટોબર, 1954ના રોજ થયો હતો. રેખા બોલિવૂડ ફિલ્મોની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. રેખાએ તેલુગુ ફિલ્મ (Telugu film) ‘રંગુલા રત્નમ’ માં બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તેણે હિન્દી સિનેમામાં 1970ની ફિલ્મ ‘સાવન ભાદો’ (Sawan bhado)થી શરૂઆત કરી હતી. 2010માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી(Padma Shri) નવાજવામાં આવ્યા છે. રેખાની માતાનું નામ પુષ્પાવલી અને પિતાનું નામ જેમિની ગણેશન છે.
કહેવાય છે કે રેખાના પિતાએ તેની માતા સાથે લગ્ન કર્યા ન હતા. રેખાના માતા-પિતા સાઉથની ફિલ્મોના (South film)જાણીતા નામ છે. જૈમિની ગણેશન એ એક લગ્ન કર્યા હતા અને વધુ ત્રણ મહિલાઓ સાથે સંબંધો હતા. રેખાને 7 બહેનો અને 1 ભાઈ છે. રેખાની તમામ બહેનો એકબીજા સાથે સારા સંબંધ ધરાવે છે.રેખાને કમલા સેલ્વરાજ નામની એક બહેન છે જે ડોક્ટર (doctor)છે. કમલાની દીકરીનું નામ પ્રિયા સેલ્વરાજ (Priya Selvaraj)છે. પ્રિયા પણ તેની માતાની જેમ ડોક્ટર છે અને તેનું ચેન્નાઈમાં (Chennai)ઘણું નામ છે.
આ સમાચાર પણ વાંચો : ગર્ભવતી આલિયા ભટ્ટ વિશે કોઈએ કંઈક એવું કહ્યું કે ગુસ્સે થઈ ગઈ અભિનેત્રી-ટ્રોલર્સ ને સંભળાવી ખરી ખોટી
રેખાની ભત્રીજી પ્રિયા અસલ રેખા જેવી જ લાગે છે. પ્રિયા સોશિયલ મીડિયા(social media) પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેની ઘણી બધી તસવીરો છે.ઘણી તસવીરોમાં તેનો લુક અભિનેત્રી રેખા(Rekha) સાથે ઘણો મળતો આવે છે, તેથી જ જ્યારે આ તસવીરો સામે આવી તો બધા તેને રેખાની કાર્બન કોપી કહેવા લાગ્યા અને પ્રિયાની તસવીરો જોઈને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.