ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જાન્યુઆરી 2022
શુક્રવાર
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાના પરિવાર તરફથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. રેમો ડિસોઝાની પત્ની લિઝેલ ડિસોઝાના ભાઈ જેસન વોટકિન્સનું નિધન થયું છે. તે તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. જોકે, રેમો અને તેની પત્ની લિઝેલે હજુ સુધી તેના મૃત્યુ અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.અહેવાલો અનુસાર, રેમોના સાળા જેસન વોટકિન્સ તેના મુંબઈ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. જો કે મોત પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ જેસન વોટકિન્સે કથિત રીતે આત્મહત્યા કરી છે.
અધિકારીએ કહ્યું કે તેણે પોલીસને જાણ કરી અને વોટકિન્સને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતીના આધારે, ઓશિવરા પોલીસે આ કેસમાં અકસ્માત મૃત્યુ અહેવાલ (ADR) નોંધ્યો છે કારણ કે કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.ફિલ્મ નિર્માતા રેમો ડિસોઝાના સાળા જેસન વોટકિન્સ ગુરુવારે મિલ્લત નગર સ્થિત તેમના મુંબઈના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ માહિતી આપતાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ, “વૉટકિન્સ ઘરમાં એકલા હતા. તેના માતા-પિતા દવા લેવા માટે બહાર ગયા હતા અને જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમને તે છત સાથે લટકતો જોવા મળ્યો હતો.તેણે કથિત રીતે આત્મહત્યા કરી હતી. 42 વર્ષીય વોટકિન્સ સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓથી પીડાતા હતા જેના કારણે તેણે આ પગલું ભર્યું હોઈ શકે છે, પરંતુ સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.
લારા દત્તાએ પોતાના કો-સ્ટાર્સ ની ખોલી પોલ, સલમાન ખાન-અક્ષય કુમાર ની આ આદત નો કર્યો ખુલાસો; જાણો વિગત
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રેમો તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. લિઝેલે પણ આ વિશે સીધી રીતે કોઈ માહિતી આપી નથી પરંતુ તેણે તેના ભાઈની કેટલીક તસવીરો શેર કરી છે અને ખૂબ જ ભાવુક વાતો લખી છે.લિઝેલે તેના ભાઈ જેસન વોટકિન્સનો ફોટો શેર કરતાં લખ્યું, "શા માટે??????? તમે મારી સાથે આવું કેવી રીતે કરી શકો? (હું) તમને ક્યારેય માફ નહીં કરું." આ પછી તેણે તેના બાળપણની બીજી તસવીર શેર કરી અને પછી લખ્યું, "કેમ". લિઝેલે તેની માતા સાથે ઓટોમાં બેઠેલા જેસનની તસવીર શેર કરી અને માફી માગતા લખ્યું. "(મને) માફ કરજો મા, હું હારી ગઈ."