ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
અત્યારે અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે એના પર દુનિયાભરના લોકો પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. જે તસવીરો અને વીડિયો બહાર આવી રહ્યાં છે એ ખરેખર હૃદયસ્પર્શી છે અને ત્યાંની પરિસ્થિતિઓ પ્રત્યે દરેકનો પોતાનો અભિપ્રાય છે. બૉલિવુડથી પણ પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. તાજેતરમાં જ બૉલિવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ આ અંગે પોતાનું નિવેદન આપ્યું છે. રિયા ચક્રવર્તીએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર અફઘાનિસ્તાનની ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું, 'જ્યાં સમગ્ર વિશ્વમાં મહિલાઓ સમાનતાના અધિકાર માટે લડી રહી છે, તો બીજી બાજુ, અફઘાનિસ્તાનમાં મહિલાઓને વેચવામાં આવી રહી છે. તેમને વેચીને તેના બદલે માલસામાન ખરીદ-વેચવામાં આવી રહ્યો છે.
રિયા ચક્રવર્તીએ પોતાની પોસ્ટમાં લખ્યું : અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને દલિતોની સ્થિતિ ખરાબ છે. વિશ્વના નેતાઓને અપીલ છે કે આ અંગે કંઈક કરો. સ્ત્રીઓ પણ મનુષ્ય છે. અભિનેતા કરણ ટેકરે પણ આ બાબતે પોસ્ટ કરી અને લખ્યું : માનવતાને શરમ આવે છે… દુનિયા માત્ર ચૂપચાપ બેસીને તમાશો જોઈ રહી છે. આ સિવાય ફિલ્મ નિર્માતા શેખર કપૂરે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું : અફઘાનિસ્તાનના લોકો માટે વિશેષ પ્રાર્થના. વિદેશી શક્તિઓની વસાહતી મહત્ત્વાકાંક્ષાઓ માટે એક રાષ્ટ્ર તૂટી ગયું અને બરબાદ થયું.
રિયા ચક્રવર્તીએ લાંબા સમય બાદ સોશિયલ મીડિયા પર સક્રિય રહેવાનું શરૂ કર્યું છે. જોકે તે હજી વધારે સક્રિય નથી, પરંતુ હવે તે વચ્ચે-વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો માટે કંઈક શૅર કરતી રહે છે.