News Continuous Bureau | Mumbai
શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'જવાન' (Jawan)રિલીઝ પહેલા જ માલામાલ બની ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું ટ્રેલર બહાર આવે તે પહેલા જ તેના સ્ટ્રીમિંગ રાઇટ્સ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સને(Netflix) વેચી દેવામાં આવ્યા છે અને તેના માટે મેકર્સને 120 કરોડ રૂપિયા મળ્યા છે, જે પોતાનામાં એક રેકોર્ડ કહેવાય છે. જો કે, હજુ સુધી શાહરૂખ અથવા ફિલ્મના નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
અગાઉ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે શાહરૂખ ખાનની ત્રણ ફિલ્મો 'પઠાણ', 'ડંકી' અને 'જવાન'ના સ્ટ્રીમિંગ અધિકારોને લઈને OTT માલિકો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે થિયેટર પછી આ ફિલ્મો તેમના પ્લેટફોર્મ દ્વારા ઘરે બેઠા દર્શકો સુધી પહોંચે. મેકર્સે 'પઠાણ' માટે એમેઝોન પ્રાઇમ વિડિયો (Amazon prime video)સાથે કરાર કર્યો છે, જેના માટે તેમને 150 કરોડ રૂપિયા મળ્યા છે. 'ડંકી'ના રાઇટ્સ(Dunky rights) હજુ સુધી વેચાયા નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે નેટફ્લિક્સ આ માટે નિર્માતાઓને 150 કરોડ રૂપિયા સુધી ચૂકવવા માટે તૈયાર છે.વિજય અને નયનતારા સાથે સુપરહિટ તમિલ ફિલ્મ 'બિગિલ' બનાવનાર એટલી સાથે શાહરૂખ ખાન પહેલીવાર કામ કરી રહ્યો છે. દક્ષિણ ભારતીય(south actress) અભિનેત્રી નયનતારા પણ પોતાની ફિલ્મ 'જવાન'થી બોલિવૂડમાં ડેબ્યુ (bollywood debut)કરી રહી છે. વિદ્યા બાલનની પિતરાઈ બહેન પ્રિયામણિ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવે તેવી અફવા છે. ફિલ્મનું ટ્રેલર કે તેની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
આ સમાચાર પણ વાંચો : પત્ની કિંજલના બેબી શાવર સેરેમનીમાં તોશુ મચાવશે ધૂમ-અનુપમા એ ભાભી બરખા સાથે કર્યો જોરદાર ડાન્સ-જુઓ વાયરલ તસવીરો અને વિડિયો
શાહરૂખ ખાનની અન્ય બે ફિલ્મો વિશે વાત કરીએ તો, તે સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી 'પઠાણ' (Pathan)સાથે લગભગ પાંચ વર્ષ પછી અભિનેતા તરીકે મોટા પડદા પર પાછા ફરશે, જેમાં જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં(theater release) રિલીઝ થશે. 'ડંકી'માં તે પહેલીવાર 'મુન્નાભાઈ MBBS' જેવી ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાની(Rajkumar Hirani) સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.