ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧
સોમવાર
બૉલિવુડના બાદશાહ એટલે કે શાહરુખ ખાન પાસે લક્ઝરી કારોની કોઈ કમી નથી. એની પાસે રોલ્સ રૉયલ્સ, ફેન્ટમ, બુગાટ્ટી, ઓડી એ-6 અને ક્રેટા જેવી કાર છે. પરંતુ તેની વેનિટી વેન આ બધાથી ચડે એવી છે શું છે આ વેનિટી વેનમાં ખાસ જાણીએ.
કરણ જોહરની આ ફ્રેન્ડે તેની આગામી ફિલ્મ માટે સાઇન કર્યો કાર્તિક આર્યનને; જાણો વિગત
શાહરુખ ખાનની વેનિટી કાર ન્યૂ મૉડલ volvo BR 9 છે. જેને પ્રખ્યાત ડિઝાઇનર દિલીપ છાબરિયાએ ખાસ શાહરુખ માટે ડિઝાઇન કરી છે. આ વેનિટી વેનને આઇપેડથી નિયંત્રિત કરી શકાય છે અને એનું કદ વધારી અથવા ઘટાડી શકાય છે. શાહરુખ ખાનની વેનિટી વેનમાં શાનદાર ઇન્ટિરિયર છે. આ વેનિટી વેનમાં પેન્ટ્રી વિભાગ, વોર્ડરોબ, શૌચાલય, શાવર, મોટું LED ટીવી પણ લગાવવામાં આવ્યું છે. આ વેનમાં સેન્ટ્રલાઇઝ એસી પણ છે અને વેન્ટિલેશનની ખાસ કાળજી લેવામાં આવી છે. આ વેનિટી વેનનો ફ્લોર સંપૂર્ણપણે કાચથી બનેલો છે. કિંમતની વાત કરીએ તો શાહરુખ ખાનની આ વેનિટી વેનની કિંમત ચાર કરોડ રૂપિયા છે.